વડોદરામાં દોરીથી ગળુ કપાઇ જતા બાઇક ચાલક યુવાનનું તરફડી તરફડીને મોત

અંતિમ શ્વાસ કેમેરામાં કેદ: વડોદરામાં દોરીથી ગળુ કપાઇ જતા બાઇક ચાલક યુવાનનું તરફડી તરફડીને મોત, યુવાને 108ને ફોન કરીને કહ્યુંઃ ‘તમે આટલી વાર ન લગાડો દર્દી સીરિયસ છે’

દોરીથી ગળુ કપાઇ જતા યુવાનનું તરફડી તરફડીને મોત થયું ઉત્તરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સની ટીમ સતત દોડતી રહી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરમાં ઉત્તરાયણના દિવસે ગોઝારી ઘટના સામે આવી હતી. વડોદરાના વડસર બ્રિજ પર બાઇક પર જઇ રહેલા દાહોદના યુવાનનું પતંગની દોરીથી ગળુ કપાઇ જતા તરફડી તરફડીને મોત થયું હતું. જોકે, યુવાનના અંતિમ શ્વાસ કેમેરામાં કેદ થઈ ગયા હતા. આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા યુવાનો વિડિયો ઉતાર્યો હતો. જેમાં યુવાન તરફડતો દેખાયો હતો. જેને પગલે પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

પત્ની અને ભાઇ સાથે યુવાન વડોદરામાં રહેતો હતો મૂળ દાહોનો રહેવાસી બાબુભાઇ બારીયા નામનો યુવક વડોદરાની બાંધકામ સાઇટ પર કામ કરતો હતો અને પત્ની અને ભાઇ સાથે ત્યાં જ રહેતો હતો. ઉત્તરાયણના દિવસે બાબુભાઇ સુસેન ચાર રસ્તાથી બાઈક પર વડસર તરફ પોતાના ઘર તરફ બાઇક લઇને જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ પતંગની દોરી તેના ગળામાં ફસાઈ ગયો હતો. યુવાનને તરફડતો જોઇને આસપાસના વાહન ચાલકો દોડી આવ્યા હતા અને તુરંત 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. જોકે યુવાનને બચાવી શકાયો નહોતો અને તેને દમ તોડી દીધો હતો અને માંજલપુર પોલીસે યુવકના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *