ભરૂચ અને અંકલેશ્વર શહેરનું સ્વચ્છતા સર્વેક્ષણમાં પરિણામ સુધર્યું
રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચ 15માં ક્રમે
રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચે ગત વર્ષ કરતા 49 ક્રમનો કૂદકો લગાવી 15 મો અને અંકલેશ્વરે 9 મો રેન્ક હાંસલ કર્યો
તમામ 11 માંથી 10 કેટેગરીમાં સ્વચ્છતાંને લઈ સારો દેખાવ
આમોદ પાલિકા 21 અને જંબુસર નગર 23 માં ક્રમે રહ્યું
સ્વચ્છતા સર્વેક્ષણ 2022 માં ભરૂચ શહેર ગત વર્ષ કરતા 49 નંબરનો હાઈજમ્પ લગાવી 15 માં ક્રમે અને અંકલેશ્વર 9 માં ક્રમે રાજ્યમાં રહ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ વર્ષ 2022 માટે સ્વચ્છતા સર્વેક્ષણના જારી કરાયેલા આકડાઓમાં ભરૂચ શહેર 15 માં ક્રમાંક સાથે સ્વચ્છતામાં 49 સ્થાન ઊંચે ચઢ્યું છે. જ્યારે અંકલેશ્વર શહેરે સ્વચ્છતામાં 9 મો, આમોદે 21 મો અને જંબુસર નગરે 23 મો ક્રમ રાજ્યમાં હાંસલ કર્યો છે.
ભરૂચ અને અંકલેશ્વર શહેરનો 11 માંથી તમામ 10 કેટેગરીમાં દેખાવ સારો રહ્યો હતો. જોકે સોલિડ વેસ્ટ નિકાલને લઈ ક્લીનનેસ સ્કોરમાં પછડાટ ખાવો પડ્યો હતો. ભરૂચમાં સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થઈ ગયા બાદ તેમાં પણ રેટિંગમાં સુધારો આવશે. ઉલ્લેખનિય છે કે, 2021 માં ભરૂચ 64 માં ક્રમે રહ્યું હતું.
ડોર ટુ ડોર ગારબેજ સેનીગ્રેશનમાં ભરૂચ રેડઝોનમાં રહ્યું હતું. સોલિર વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હજી નિર્માણાધીન હોય તેના રેટિંગમાં માર ખાવો પડ્યો હતો. દેશમાં ભરૂચ 186 માં સ્થાને રહ્યું હતું. જ્યારે અંકલેશ્વર રીજનલમાં 84, જંબુસર ઝોનમાં 196 અને આમોદ રીજનલમાં 202 માં ક્રમે રહ્યું છે. ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકાને વસ્તી પ્રમાણે એ,બી કેટેગરીમાં સુરત ઝોનમાં વર્ગીકૃત કરાઈ છે. જેને લઈ સુરત ઝોનમાં ભરૂચે આ વર્ગમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.