મોરબીમાં પતિ ચારિત્ર્ય અંગે શંકા કરી પત્ની સાથે મારકૂટ કરી ત્રાસ ગુજારતો હોવાની ફરિયાદ
ભોગ બનનારે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
મોરબીના કાલિકા પ્લોટમાં રહેતી પત્ની સાથે પતિ મારકૂટ કરતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં પતિ ચારિત્ર્ય અંગે નાની નાની બાબતે મેણા ટોણા મારી ત્રાસ આપતો હોય જે મામલે ભોગ બનનારે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
મોરબીના કાલીકા પ્લોટ શેરી નંબર-૫માં રહેતા અનિશાબેન હનીફભાઇ અઘામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિ હનીફ કાસમ અઘામ (દલ) તેના પર ત્રાસ ગુજારતો હોય જેમાં પતિ દ્વારા તારીખ ૬-૧૨-૨૦૧૫થી તારીખ ૨૭-૧૨-૨૦૨૨ દરમિયાન અનેક વખતે ત્રાસ ગુજારવામાં આવ્યો છે. આરોપી પતિ ઘરકામ બાબતે માનસિક ત્રાસ આપી અવારનવાર નાની નાની બાબતે મેણા ટોણા મારી ઢીકા પાટૂ માર મારી ગાળો આપી તેમજ ચારિત્ર્ય અંગે શંકા રાખીને શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી મહિલા પોલીસ મથકે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે