IN CRANE ACCIDENT MAN CRUHSED : મુન્દ્રામાં મંદિરે દર્શન કરી પરત ફરતા વૃદ્ધને હાઈડ્રો ક્રેને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત.

IN CRANE ACCIDENT MAN CRUSHED : મુન્દ્રામાં મંદિરે દર્શન કરી પરત ફરતા વૃદ્ધને હાઈડ્રો ક્રેને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત.

CRANE ACCIDENT
CRANE ACCIDENT

CRANE ACCIDENT : મુન્દ્રા નગરમાં બુધવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે.રોકડીયા હનુમાનજી મંદિરમાંથી દર્શન કરી બહાર નીકળતા 55 વર્ષીય વૃદ્ધ પર ક્રેન ફરી વળી હતી. હાઈડ્રો ક્રેનની અડફેટે આવતાં વૃદ્ધનું માથું છુંદાઈ ગયું હતું. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. બીજી તરફ અકસ્માતને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. લોકોએ ચક્કાજામ કર્યો હતો.

આ અકસ્માત અંગે મળતી વિગત મુજબ મુન્દ્રાના શાસ્ત્રી મેદાન નજીક આવેલા રોકડીયા હનુમાનજી મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળેલા 55 વર્ષીય ઉમેલભાઈ માલમ હાઇડ્રો ક્રેનની અડફેડે આવી ગયા હતા. અકસ્માતમાં ઉમેલભાઈનું માથું ક્રેનના ટાયર નીચે ચગદાઈ ગયું હતું. જેથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી સમગ્ર નગરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મુન્દ્રા પોલીસના તપાસનીશ હેડ કોન્સ્ટેબલ કુલદીપ સિંહ જાડેજાએ આપેલી પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ અકસ્માત અંગે આગળની તપાસ શરૂ કરી છે. ઉદ્યોગોથી ઘેરાયેલા મુન્દ્રા નગરમાં આ અકસ્માતે સૌને વિચલિત કરી દીધા છે.

મુન્દ્રા નગરમાં રાહદારીનું ક્રેન તળે મૃત્યુ થતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ ચક્કાજામ કરી મૂક્યો. સ્થાનિક પોલીસ દ્વારા લોકોને સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *