ચલાલા પોલીસ સ્ટેશનમાં ભાગ ધમકી અને બળાત્કારના પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી

ચલાલા પો.સ્ટે.ના ધાક ધમકી આપી બળાત્કારના ગુન્હાના આરોપીને ઝડપી પાડતી ચલાલા પોલીસ

હે.અમરેલી પોલીસ અધિક્ષક સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોરા સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી કે.સી.રાઠવા નાઓએ મેજર હેડના ગુન્હાના પકડવાના બાકી આરોપીઓને પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે સુપવાયઝરી અધિકારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ ના જરૂરી માર્ગદર્શન મેળવી ચલાલા પો.સ્ટે.ના પો.સ.ઈ શ્રી એસ.આર.ગોહીલ તથા પોલીસ સ્ટાફ ચલાલા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૦૪૦/૨૦૨૩ આઈ.પી.સી. કલમ ૩૭૬(૨)(એન),૩૭૬(ડી),૫૦(૨),૧૧૪ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(ઇ),૬૭,૬૭(એ) મુજબના ગુન્હાના આરોપીઓની તપાસમા ચલાલા ટાઉનમા હતા ત્યારે ખાનગી રાહે મળેલ હકિકત આધારે આરોપી નં.૦૧ મુકેશભાઇ અરજણભાઇ ખેતરીયા ચલાલામા ટાઉનમા મોટી ગરમલી જવાના રસ્તે આવેલ હોવાની હકિકત આધારે જરૂરી પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતા આ કામના આરોપી મુકેશભાઇ અરજણભાઇ ખેતરીયા મળી આવેલ જે આરોપીને અટક કરી આરોપીએ ગુન્હાના કામે વાપરેલ મોબાઇલ ફોન કબ્જે કરવામા આવેલ અને ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીની વિગત-

(૧) મુકેશભાઇ અરજણભાઇ ખેતરીયા ઉ.વ.૩૬ ધંધો ખેતી રહે.મોટી ગરમલી તા.ધારી જી.અમરેલી

ગુન્હો કરતી વખતે ઉપયોગ મા લીધેલ મોબાઇલ ફોન કબ્જે કરેલ ની વિગતઃ- (૧) વીવો Y50 મોડલનો ત્રણ કેમેરા વાળો મોબાઇલ ફોન સીમ કાર્ડ સાથેનો કિ.રૂ.૩,૦૦૦/- ગુન્હામાં પકડવાના બાકી આરોપીની વિગતઃ-

(૧) જયસુખભાઇ અરજણભાઇ ખેતરીયા રહે.મોટી ગરમલી તા.ધારી જી.અમરેલી

આ કામગીરી ચલાલા પો.સ્ટે. ના પો.સ.ઇ.શ્રી એસ.આર.ગોહીલ સાહેબ તથા ઠંડા નીરજકુમાર ભીખાલાલ દાફડા તથા H- ભગીરથભાઇ રાવતભાઇ ધાધલ તથા પો.કોન્સ.મહેન્દ્રસિંહ ખોડુભા સરવૈયા તથા પો.કોન્સ.નજુભાઇ બાઘુભાઇ વાળા તથા પો.કોન્સ. શિવરાજભાઇ મનુભાઇ કામળીયા નાઓ દ્વારા કરવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *