IN AMRELI SEA 2 BOATS SINK : અમરેલીમાં દરિયો તોફાની બનતાં 2 બોટની જળસમાધિ, 18 માછીમારોમાંથી 10નું રેસ્ક્યૂ, 8 માછીમારોની શોધખોળ ચાલુ.

IN AMRELI SEA 2 BOATS SINK : અમરેલીમાં દરિયો તોફાની બનતાં 2 બોટની જળસમાધિ, 18 માછીમારોમાંથી 10નું રેસ્ક્યૂ, 8 માછીમારોની શોધખોળ ચાલુ.

IN AMRELI SEA 2 BOATS SINK
IN AMRELI SEA 2 BOATS SINK

IN AMRELI SEA 2 BOATS SINK : અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો છે. જેને પગલે જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર જાફરાબાદ અને રાજપરાની બે બોટ ડૂબી હતી. જે બન્નેમાં 18 માછીમારો સવાર હતા. જેમાંથી 10ને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે 8 માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

IN AMRELI SEA 2 BOATS  SINK
IN AMRELI SEA 2 BOATS SINK

IN AMRELI SEA 2 BOATS SINK : આ અંગે મળતી માહિતી મુજબ જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ આ બન્ને બોટે દરિયામાં જળસમાધી લીધી છે. બંને બોટમાં નવ-નવ માછીમારો સવાર હતા. જેમાંથી 10ને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યૂ કરી બચાવી લીધા છે. તેમજ અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, મધ દરિયામાં ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર લાવવું મુશ્કેલ બન્યું છે.

જાફરાબાદ માછીમારો દ્વારા ફિશરીજ વિભાગ અને વહીવટી તંત્રને જાણકારી આપતા પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપવામાં આવી છે. હાલ અંદર વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ હમીર સોલંકીએ જણાવ્યું કે, બે બોટ ડૂબી છે. જેમાંથી 10 માછીમારો બચી ગયા છે. અન્ય માછીમારોને અમારા બોટ ધારકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, હાલ વાતાવરણ ખરાબ છે. તમામ બોટ પરત આવી રહી છે. વરસાદ અને ભારે પવનના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

રાજુલા પ્રાંત અધિકારી મેહુલ બરાસરાએ જણાવ્યું કે, હાલમાં ખરાબ વાતાવરણના કારણે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર જઈ શકે તેમ નથી. જેથી બોટ દ્વારા રેસ્ક્યૂ કામગીરી કરાશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *