ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO, ડિઝાઇન પાછળ રહેલું છે આ રસપ્રદ સિક્રેટ, જાણો

T20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે અને આ મેગા ઇવેંટની તૈયારી અત્યારથી જ શરૂ શરૂ કરી દેવામાં આવી છે. દરેક ટીમ હાલ T20 મોડમાં આવી ગઈ છે અને ICCએ પણ અત્યારથી તેની તૈયારી શરૂ કરી દીધી છે. 

કેરેબિયા અને અમેરિકામાં આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે એવાં હાલ ICCએ T20I ક્રિકેટના પ્રમુખ આયોજન માટે નવો લોગો લોન્ચ કર્યો છે. આઈસીસીએ આગામી ટૂર્નામેન્ટ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં આગામી સિઝનના લોગો વિશે માહિતી આપવામાં આવી છે. આ વીડિયો શેર કરતી વખતે બોર્ડે લખ્યું છે કે, ‘બેટ, બોલ અને એનર્જી એ ત્રણ વસ્તુઓ છે જે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને દર્શાવે છે! ICC T20 વર્લ્ડ કપ માટે એક આકર્ષક નવો દેખાવ.

જણાવી દઈએ કે પુરુષ ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન 4 જૂન થી 30 જૂન 2024 વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં કરવામાં આવશે અને મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવશે. હજુ સુધી આ T20 વર્લ્ડ કપની તારીખો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે ICCએ આજે આ લોગો લોન્ચ કરીને એમ જણાવી દીધું છે કે તેને પણ આ મેગા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *