ICC ટેસ્ટ રેન્કિંગ:ટીમ ઈન્ડિયા વર્લ્ડ નંબર-1 બની, ન્યૂઝીલેન્ડને પાછળ છોડ્યું; આ વર્ષે જૂન સુધી ટોપ પર રહેવાનું નક્કી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શનિવારે ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. તેમા ભારતીય ટીમ ટોપ પર પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ સામે 3-1થી ટેસ્ટ સિરીઝ જીતવાનો ફાયદો ભારતને મળ્યો છે. બીજા નંબરે ન્યૂઝીલેન્ડ છે.
ભારતે શનિવારે ઈંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં એક ઈનિંગ અને 25 રનથી હાર આપી છે. આ સાથે જ ICC એ પોતાનું રેન્કિંગ જાહેર કર્યું. ટીમ ઈન્ડિયાના 122 પોઈન્ટ છે અને ન્યૂઝીલેન્ડના 118 પોઈન્ટ છે.
જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયયનશિપ ફાઈનલ રમાશે
ટીમ ઈન્ડિયા હેવ જૂન મહિના સુધી આ નંબર પર યથાવત રહેશે. કારણ કે આ પહેલા ટોપ 2 ટીમની કોઈ ટેસ્ટ મેચ નથી. જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મુજબ ન્યૂઝીલેન્ડ ઈંગ્લેન્ડ વચ્ચે બે ટેસ્ટ રમાવાની છે. પરંતુ તે સિરીઝ પણ રદ્દ થઈ શકે છે. કારણે કે ફાઈનલ માટેની બે ટીમ નક્કી થઈ ચૂકી છે.
18 જૂનના રોજ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે લોર્ડ્સમાં ફાઈનલ રમાશે. જોકે માર્ચમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટની સિરીઝ રમાશે પરંતુ તેની આ રેન્કિંગ પર કોઈ અસર નહીં પડે.
વન ડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર-2
ભારતીય ટીમ વન ડે રેન્કિંગમાં 117 પોઈન્ટ સાથે નંબર 2 પર છે. આ ફોર્મેટમાં 2019ની વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈંગ્લેન્ડ ટોપ પર છે. ઈંગ્લેન્ડ ટીમના 123 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ 116 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે.
ટીમ ઈન્ડિયા પાસે T20માં નંબર 1 બનવાની તક
ટીમ ઈન્ડિયા T20 રેન્કિંગમાં 268 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. ઈંગ્લેન્ડ 275 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાના 272 પોઈન્ટ છે. જો ભારત T20 સિરીઝમાં ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરશે તો તે નંબર વન ટીમ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *