ગૃહિણીઓનું ઘરકામ પતિના ઓફિસ કામ કરતા ઓછું મહત્વનું નથી

સુપ્રિમ કોર્ટનો ફેંસલો.ગૃહિણીઓ કામ કરતી નથી.આર્થિક યોગદાન આપતી નથી. આ વિચારધારા ખોટી છેઃ હવે આ માનસિકતા બદલવાની જરૂરઃ કોર્ટનું તારણ…

મહિલાઓ ઘરમાં પૈસા વગર પુરૂષોની સરખામણીમાં કરે છે વધુ કામ

ઘરકામ કરતી મહિલા અને તેના કામકાજી પતિની કિંમત એક સમાન

કામકાજ કરનાર પતિ જો પત્નિને એવુ સંભળાવે કે ‘તું ઘરમાં આખરે કરે છે શું ?’ ગૃહિણીઓ કામ કરતી નથી, આર્થિક યોગદાન આપતી નથી, આ સોચ જ ખોટી છે. વર્ષોથી પ્રચલિત આ માનસિકતાને બદલવાની જરૂર છે. સુપ્રિમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એવુ કહ્યુ છે કે ઘરમાં રહેતી મહિલાઓનું કામ તેમના પતિના ઓફિસના કામ જેટલુ જ મહત્વનુ છે. એક મોટર વાહન દુર્ઘટનાના વળતરને લઈને થઈ રહેલી સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે એવુ વિચારધારા કે ઘરમાં રહેતી મહિલાઓ કામ કરતી નથી કે પછી તે ઘરમાં કોઈ આર્થિક મદદ આપતી નથી એ કહેવુ ખોટુ છે અને હવે આપણે આનાથી બહાર આવવાની જરૂર છે. આવુ કહેતા સુપ્રિમ કોર્ટે કાર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એક દંપતિના સગાઓને મળતી વળતરની રકમ વધારી દીધી હતી. હાઈકોર્ટે આ મામલામાં મૃત મહિલાની આવક એટલા માટે ઓછી આંકી હતી કે કારણ કે ગૃહિણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *