Hockey World Cup 2023 : ભારતે 8-0 થી ભવ્ય જીત પોતાના નામે કરી
હોકી વર્લ્ડ કપ 2023માં ભારતે જાપાનને 8-0 થી હરાવી જીત હાંસલ કરી છે. ભારતીય ટીમ માટે પહેલો ગોલ મનદીપ સિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બીજા હાફમાં શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમને બીજા હાફની બીજી જ મિનિટે ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળી ગયો હતો. આ પેનલ્ટી કોર્નર પર મનદીપ સિંહે કોઈ જ ભૂલ કરી ન હતી. ત્યારબાદ ભારત માટે બીજો ગોલ અભિષેકે કર્યો હતો. જે મેચની 35મી મિનિટે કરવામાં આવ્યો હતો. આમ ટીમ ઈન્ડિયા 2-0થી આગળ નીકળી ગઈ છે.
વધૂમાં ભારત માટે ત્રીજો ગોલ મનપ્રીત સિંહે ત્રીજા ક્વાર્ટરની 12મી મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મનપ્રીત સિંહના શોટ પર જાપાની ખેલાડી ઈજાગ્રસ્ત પણ થયો હતો. જે દરમિયાન ઇન્ડિયા ટીમને પોતાની લીડ 3-0થી વધારવામાં સફળતા સાંપડી હતી. આ ઉપરાંત ત્રીજા ક્વાર્ટરની 13મી મિનિટે વધુ એક પેનલ્ટી કોર્નર ભારતે પોતાના નામે કર્યો હતો. અભિષેકે ઇન્જેકટ કર્યું હતું. છતાં ભારતીય ખેલાડીઓ ગોલ કરી શક્યા નહીં. ત્યારબાદ અભિષેકે તરત ભરપાઈ કરી 13મી મિનિટે જ ફિલ્ડિંગ કરીને ભારતને મેચમાં 4-0થી આગળ નીકળ્યું હતું.