HMPV સામે ગુજરાત કેટલું સજ્જ..?

HMPV સામે ગુજરાત કેટલું સજ્જ?:આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક ચાલુ, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં આઇસોલેશન વોર્ડ તૈયાર; સુરતમાં આદેશની રાહ

ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાઇરસના બે નવા કેસ નોંધાયા છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ સિવિલમાં ખાસ 10 બેડનો વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

જો કે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી. જોકે સુરતના ડોક્ટરોએ સ્પષ્ટતા કરી છે કે એચએમપીવી કોઈ નવી બીમારી નથી. ડોક્ટરોનો દાવો છે કે આ વાઇરસ ભારતમાં વર્ષોથી હાજર છે અને સુરતમા આના ઘણા કેસ પહેલા પણ સામે આવી ચુક્યા છે.

આરોગ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી

HMPVને લઈને આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં હાલ એક બેઠક ચાલી રહી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ હાજર છે. HMPV વાયરસને લગતી ગાઈડલાઈનના કડક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ તમામ બાળકોના સ્વાસ્થ્ય અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાઇરસના બે નવા કેસ નોંધાયા છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ સિવિલમાં ખાસ 10 બેડનો વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

જો કે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી. જોકે સુરતના ડોક્ટરોએ સ્પષ્ટતા કરી છે કે એચએમપીવી કોઈ નવી બીમારી નથી. ડોક્ટરોનો દાવો છે કે આ વાઇરસ ભારતમાં વર્ષોથી હાજર છે અને સુરતમા આના ઘણા કેસ પહેલા પણ સામે આવી ચુક્યા છે.

આરોગ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી

HMPVને લઈને આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં હાલ એક બેઠક ચાલી રહી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ હાજર છે. HMPV વાયરસને લગતી ગાઈડલાઈનના કડક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ તમામ બાળકોના સ્વાસ્થ્ય અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

અસારવા સિવિલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર

અસારવા સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર, સોલા સિવિલમાં આદેશની રાહ

HMPV વાઈરસને લઈને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં તૈયારી કરવામાં આવી છે.વાઈરસને લઈને હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 25 જેટલી ટેસ્ટિંગ કિટ રાખવામાં આવી છે આજે વધુ કિટ ખરીદવામાં આવશે.આ ઉપરાંત દવા. અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં છે. ડોક્ટરની પણ ટીમ સ્ટેન્ડ બાય છે.અત્યારે રોજ 250 થી 300 બાળ દર્દીઓ OPDમાં સારવાર માટે આવે છે. 32 બાળ દર્દીને વાયરલ ઇન્ફેક્શન છે.ઓક્સિજનની 20 હાજર લિટરની બે ટેન્ક સિવિલ હોસ્પિટલમાં છે.

15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર

HMPV વાઇરસની અમદાવાદમાં એન્ટ્રી થતાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલથી જ તૈયારી શરૂ કરવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલમાં D9 અને 1200 બેડમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.આ વોર્ડમાં 10 અને 5 એમ 15 બેડ રાખવામાં આવ્યા છે.તમામ બેડમાં વેન્ટિલેટર અને ઓક્સિજન છે.આ ઉપરાંત 1200 બેડમાં તમામ બેડ ઓક્સિજન સાથેના છે.

ટેસ્ટિંગ માટે 25 કિટ ઉપલબ્ધ, વધુની ખરીદી કરાશે

સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસમાં ટેસ્ટિંગ માટેની પણ કીટ છે. અત્યારસુધી 25 જેટલી કિટ છે.આ ઉપરાંત આજે વધુ કિટ ખરીદવામાં આવશે.જે પ્રમાણેની જરૂરિયાત હશે તે પ્રમાણેની કિટ રોજ ખરીદવામાં આવશે.દર્દીને ટેસ્ટ કરીને પાંચથી છ કલાકમાં રિપોર્ટ પણ આપી દેવામાં આવશે. અત્યારે શરૂઆતમાં 15 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે.પરંતુ જો દર્દી દાખલ થાય અને વધુ જરૂરિયાત ઊભી થશે તો વધુ બેડ પર તૈયાર કરવામાં આવશે.

ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા

સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માટેની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છેઅત્યારે જે આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે તેમાં તમામ બેડ સાથે વેન્ટિલેટર અને ઓક્સિજન રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત 1200 બેડ માં પણ તમામ બેડ સાથે ઓક્સિજન રાખવામાં આવ્યા છે.સિવિલ હોસ્પિટલમાં અત્યારે 20,000 ના ઓક્સિજનની બે ટેન્ક છે જેમાંથી એક 1200 બેડમાં છે જ્યારે એક જૂની સિવિલ હોસ્પિટલમાં છે.એટલે ઓક્સિજન માટે પણ સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા રાખવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની પણ પૂરતી ટીમ છે.પીડ્યાટ્રિક ડોક્ટરની ટીમ તથા મેડિસિનના ડોક્ટરને અલગ અલગ યુનિટ હાજર છે.દવાઓનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે. દર્દીઓને જે પ્રમાણેના લક્ષણ જણાય તે પ્રમાણેની દવા આપવામાં આવશે.જેમ કે શરદી,ખાંસી તાવ સહિતના રોગોમાં પણ દર્દીને તે પ્રમાણેની દવા આપવામાં આવશે.આ વાયરસ માટેની ચોક્કસ દવા કે વેક્સિન મળી નથી તેથી લક્ષણોની જેમ જ દવા આપવામાં આવી રહી છે.

HMPV વાઈરસની ગંભીરતા સામે સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર નીરસ

અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં HMPV વાયરસનું એક કેસ નોંધાઈ ચૂક્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત અન્ય તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં વાઈરસની ગંભીરતા સામે નીરસતા દાખવવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં HMPVને લઈને કોઈ પણ તૈયારી કરવામાં આવી નથી. સરકાર દ્વારા જ્યારે સૂચના આપવામાં આવશે ત્યારબાદ જ તૈયારીઓ કરવામાં આવશે તેમ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલમાં તો આ વાઈરસનો કોઈ કેસ સિવિલ હોસ્પિટલમાં આવ્યો નથી જો કોઈ દર્દી આ વાઈરસ ના લક્ષણો સાથે આવશે તો તે સમયે તૈયારી કરવામાં આવશે. હોસ્પિટલ પાસે હાલમાં દવાઓ સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. પરંતુ હાલ પૂરતો જ્યાં સુધી સરકાર સૂચના ન આપે ત્યાં સુધી કોઈ અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો નથી.

સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1,512 દર્દીઓ આવ્યા હતા. તથા ગત એક સપ્તાહ દરમિયાન વિવિધ વિભાગમાં સારવાર અર્થે ઓપીડી માં 11,084 કેસ નોંધાયા હતા જેમાંથી 1,358 દર્દીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી કોઈપણ દર્દી HMPV પોઝિટિવ હોય તેવી જાણકારી હોસ્પિટલ તંત્ર પાસે નથી.

રાજકોટ સિવિલમાં 10 બેડનો વોર્ડ તૈયાર કરાયો

HMPV વાઇરસની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો છે. ઑક્સિજન અને વેન્ટીલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડ્યે બેડની સંખ્યા વધારવા માટે પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. સિવિલમાં જરુરી દવા પણ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે.

HMPV વાઇરસ સામે સુરત સિવિલની પૂર્વતૈયારી

ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાઈરસની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જોકે હજુ સુધી સરકારમાંથી કોઈ સૂચના ન આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ હાલ તો સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ સામાન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે. જ્યારે શિયાળાનો સમય હોવાથી શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

ચીનમાં માનવ મેટાન્યુમો વાયરસ (એચએમપીવી) વાઈરસને લઈને ઊહાપોહ મચી ગયો છે. કોરોના પછી ફરી એકવાર ચીનની હોસ્પિટલોમાં દર્દીઓની મોટી સંખ્યા નોંધાઇ રહી છે. બીજી બાજુ ભારત દેશમાં અને હવે તો ગુજરાતમાં પણ એચએમપીવી વાઈરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. આ સાથે જ લોકોને ગભરાવાની જરૂર નથી અને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. એચ.એમ.પી.વી વાયરસને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. સુરતમાં હજુ કોઈ આ બીમારીનો કેસ નોંધાયો નથી. સરકારમાંથી હજુ કોઈ સૂચના આપવામાં આવી નથી. જોકે સુરત સિવિલના તંત્ર દ્વારા બેડ, વેન્ટિલેટર, ઑક્સિજન, દવાઓ સહિતનો સ્ટોક કરી લેવામાં આવ્યો છે. સુચના આવતાની સાથે જ સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવામાં આવે તેવી તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વોર્ડ કિડની બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં રોજ 2500 થી 3,000 જેટલી ઓપીડીઓ નોંધાતી હોય છે. જેમાં શિયાળામાં શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થયો છે. શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ અને સામાન્ય તાવની ફરિયાદ વધુ રહેતી હોય છે. જેને પગલે ઓપીડીમાં આંશિક વધારો થતો હોય છે. સુરત સિવિલમાં હાલ પણ સામાન્ય દિવસો જેવી જ ભીડ જોવા મળી રહી છે.

સોમવારે અમદાવાદમાં એક કેસ મળ્યો હતો

સોમવારે અમદાવાદમાં 2 મહિનાના બાળકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ચેપ જોવા મળ્યો હતો. આ બાળક રાજસ્થાનનું છે અને સારવાર માટે અમદાવાદ પહોંચ્યું હતું. આ પહેલા સોમવારે સવારે કર્ણાટકમાં 3 મહિનાની છોકરી અને 8 મહિનાના છોકરામાં આ વાઇરસ જોવા મળ્યો હતો. બંને બાળકોની બેંગલુરુની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં પણ પાંચ મહિનાના બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તમિલનાડુના ચેન્નાઈમાં પણ બે બાળકો સંક્રમિત જોવા મળ્યા છે. તેમના વિશે હજુ વધુ માહિતી બહાર આવી નથી.

છેલ્લા આઠ મહિનામાં આના 15 કેસ આવ્યા અને બધા સાજા પણ થઈ ગયા

1લી જાન્યુઆરી 2025એ 10 મહિનાની એક બાળકીમાં આ વાઇરસની પુષ્ટી થઈ હતી.ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકી જન્મથી અશક્ત હતી અને સમયાંતરે સારવાર માટે હોસ્પિટલ આવતી હતી. ડોક્ટરોએ તેની સ્થિતીને જોઈ રેસ્પિરેટરી પેનલ ટેસ્ટ કરાવ્યો, જેમાં એચએમપીવી વાયરસ પોઝિટિવ જોવા મળ્યો.

આ ઉપરાંત 13 સપ્ટેમ્બર 2024 ના રોજ 10 મહિનાના બાળકમાં પણ આ વાઇરસ મળ્યો હતો. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, બેંગલુરુમાં ત્રણ મહિનાની બાળકી અને આઠ મહિનાનું બાળ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બંનેને બ્રોંકો ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાળકીને રજા આપી દેવાઈ છે. બાળક પણ ઠીક છે. અમદાવાદના ચાંદખેડાની ઑરેન્જ નિઓનેટલ એન્ડ પિડિયાટ્રીક હૉસ્પિટલમાં બે મહિનાના બાળકનો એચએમપીવી ટેસ્ટ પૉઝિટવ આવ્યો હતો. જો કે, હૉસ્પિટલ દ્વારા 10 દિવસ સુધી તંત્રને જાણ કરાઈ નહોતી. રાજસ્થાનના ડુંગરપુરના પરિવારના બાળકને 24 ડિસેમ્બરે લાવવામાં આવ્યું હતું. 26 ડિસેમ્બરે એચએમપીવીની પુષ્ટિ થઈ.

ભારતમાં દર વર્ષે 4% લોકો HMPV સંક્રમિત હોય છેઃ પૂર્વ મહામારી વિશેષજ્ઞ, ICMR

અમારા પ્રયોગશાળા અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં દર વર્ષે 4% લોકો એચએમપીવીથી સંક્રમિત થાય છે. તેથી કારણ વગર ગભરાશો નહીં. સોશિયલ મીડિયા પર એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે ચીનની ફ્લાઈટો તાત્કાલિક રદ કરી દો, એરપોર્ટ પર તપાસ શરૂ કરી દો. એ ધ્યાન રાખવાની જરૂર છે કે એચએમપીવીનો મતલબ કોરોના નહીં. શિયાળો, ઉધરસ કે તાવની તપાસમાં ‘એચએમપીવી’ સંક્રમણનો ખ્યાલ આવે છે. કોઈને થઈ જાય તો ધ્યાનમાં નથી લેવાતું. એચએમપીવી સંક્રમણ સામાન્ય છે, જે શિયાળામાં થાય છે. સામાન્ય લક્ષણ શરદી, ઉધરસ, તાવ છે. સંક્રમિત થતાં અનેક લોકોને ખબર જ નથી પડતી, કારણ કે, તે બિલકુલ ખતરનાક નથી. જે લોકો સંક્રમિત છે તેમની દેખભાળ જરૂરી છે. એચએમપીવી સંક્રમિત 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુના વૃદ્ધોની દેખભાળ રાખવી જોઈએ.

લક્ષણ કોરોના જેવા

ચીનથી આવનારા દર્દીઓના કારણે લોકો ગભરાઈ રહ્યા છે. મૂળે, ગભરાવાનું કોઈ કારણ નથી. તે જીવલેણ કે ગંભીર નથી, તેથી તેની પર કોઈ શોધ નથી કરવામાં આવી. આ પહેલા 31 ડિસેમ્બર 2019ના રોજ ચીને પહેલીવાર લેસેન્ટ જર્નલમાં સાર્વજનિક રીતે ખુલાસો કર્યો હતો કે ત્યાં કોરોનાનું સંક્રમણ થયું છે. ડિસેમ્બરમાં ચીનમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે માત્ર 4% લોકો એચએમપીવીથી સંક્રમિત હતા. (અતુલ પેઠકર સાથેની વાતચીત અનુસાર)

શહેરની તમામ ખાનગી હોસ્પિટલે બાળ દર્દીઓની વિગતો પાલિકાને આપવી પડશે’

HMPV રોગ વિષે માહિતગાર કરવા પાલિકામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને ડે. કમિશનર (હેલ્થ-હોસ્પિટલ), આરોગ્ય અધિકારી તથા તમામ નાયબ આરોગ્ય અધિકારી, આસી. મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને અન્ય નોડલ ઓફિસરોની મિટિંગ યોજાઈ હતી. જેમાં, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર,શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના તમામ મેડિકલ ઓફિસરોને વીડિયો કોન્ફરન્સથી જોડી તમામને HMPVનાં લક્ષણો, લેબોરેટરી તપાસ અને સારવાર બાબતે માહિતી અપાઈ હતી.

HMPV વાઇરસ 2001-02માં પણ આવ્યો હતો

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ‘HMPV વાઇરસ 2001-02માં પણ આવ્યો હતો, શહેરની તમામ ખાનગી હોસ્પિટલે બાળ દર્દીઓની વિગતો પાલિકાને આપવી પડશે’ WHO, NCDC અને ભારત સરકારે આપેલી માહિતી મુજબ ભારતના અમુક રાજ્યોમાં પણ કેસ જોવા મળ્યા છે, ત્યારે HMPV અન્ય શ્વસન વાઇરસ જેવો જ છે, જે શિયાળામાં ખાસ કરીને નાનાં બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેનાં લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે. પાલિકાના આરોગ્ય વિભાગે શ્વસનને લગતાં ચેપી રોગોની માહિતીનું વિશ્લેષણ કર્યું છે, જેમાં ડિસેમ્બર 2023ની સરખામણીએ ડિસેમ્બર 2024માં કોઈ નોંધપાત્ર વધારો જણાયો નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *