ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસની સૌથી મોંઘી ઓવર, બ્રોડનાં નામે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટમાં ઇંગ્લિશ બોલર સ્ટુઅર્ટ બ્રોડનું સૌથી ખરાબ પ્રદશન જોવા મળ્યું હતું. એમને એક જ ઓવરમાં 35 રન લૂંટાવ્યા હતા. આ ઘટના ભારતની પહેલી પારીના 84 માં ઓવરની છે. તેરે સ્ટ્રાઈક પર હાલના કેપ્ટન જસપ્રિત બૂમરાહ હતા. જેમને એ ઓવરમાં કુલ 29 રન બનાવ્યા હતા અને 6 રન એકસ્ટ્રા મળ્યા હતા. 

જસપ્રિત બુમરાહે ઈંગ્લેન્ડની ધરતી પર બેટથી હંગામો મચાવી દીધો

બોર્ડે 35 રન આપીને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોંઘી ઓવર નાખી હતી. જો કે પહેલા આ રકોર્ડ દક્ષિણ આફ્રિકાના રોબિન પીટરસન, ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને ઈંગ્લેન્ડના જો રુટના નામે હતો. આ ત્રણેય એ એક ઓવરમાં 28-28 રન લૂંટાવ્યા હતા. ગઇકાલે બોર્ડે સૌથી શરમજનક પ્રદશન દર્શાવીને આ ત્રણેયને પછાળ છોડી દીધા. જો કે બોર્ડે આ પહેલા ટી 20 માં પણ સૌથી મોંઘી ઓવર નાખવાનો રેકોર્ડ બનાવ્યો હતો.  

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત એક ઓવરમાં 30 કે તેથી વધુ રન નોંધાયા હતા. જસપ્રિત બુમરાહે 84 મી ઓવરના પહેલા બોલ પર હૂક કરીને 4 રન એકત્રિત કર્યા હતા. બીજો બોલ વાઇડ હતો અને તેના પર 4 રન પણ મળ્યા હતા. આ પછી બીજા જ બોલ પર બુમરાહે હૂક અપ કરીને એક છગ્ગો માર્યો હતો. આ બોલ નોબોલ હતો. ત્યાર પછીના 3 બોલ પર બુમરાહે બ્રોડની બોલિંગમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 5માં બોલ પર બેકવર્ડ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી હતી. છેલ્લા બોલે એક રન લીધો હતો. આ રીતે ઓવરમાં કુલ 35 રન થયા હતા. બ્રોડે ઓવરમાં કુલ 8 બોલ નાંખ્યા હતા.  ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ સૌથી મોંઘી ઓવર છે. બુમરાહે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા બ્રાયન લારાએ 2002માં દક્ષિણ આફ્રિકાના આર.પીટરસન વિરુદ્ધ એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા. વર્ષ 2013માં જેમ્સ એન્ડરસનની ઓવરમાં જ્યોર્જ બેઇલીએ પણ 28 રન બનાવ્યા હતા. તે જ સમયે, 2020 માં કેશવ મહારાજે જો રૂટની ઓવરમાં 28 રન એકઠા કર્યા હતા.

જસપ્રિત બુમરાહે ઈંગ્લેન્ડની ધરતી પર બેટથી હંગામો મચાવી દીધો છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ (IND vs ENG) માં 416 રન બનાવી આઉટ થઇ હતી. ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. બાદમાં કેપ્ટન જસપ્રિત બુમરાહે 16 બોલમાં અણનમ 31 રન બનાવી સ્કોરને 400 રનના આંકડાને પાર પહોંચાડ્યો હતો. આ તેનો ટેસ્ટ કારકિર્દીનો બીજો મોટો સ્કોર છે. આ પહેલા તેણે ગત વર્ષે ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં અણનમ 34 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી. તે કારકિર્દીની 30મી ટેસ્ટ રમી રહ્યો છે અને તેણે માત્ર 2 વખત જ 30થી વધુનો સ્કોર કર્યો છે. આ પહેલા 2007ના ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *