સુરતના કામરેજમાં ધોધમાર વરસાદ
સુરત જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી છે. સુરત જિલ્લાના કામરેજમાં સવારથી અત્યાર સુધીમાં 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે કામરેજની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે કામરેજ ગામમાંથી પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામોન કરવાનો વારો આવ્યો છે.
સુરત સહિત જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સમાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે આજે સવારથી સુરત જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેમાં 3 મિમિથી લઈને 65 મિમિ સુધી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજમાં 2.5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
કામરેજમાં 2.5 ઈંચથી વધુ વરસાદના પગલે રસ્તાઓ અને કેટલીક સોસાયટીઓમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. કામરેજ ગામમાં પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામમો કરવા પડ્યો હતો. જ્યારે કેટલાક વાહનો બંધ પણ પડી ગયા હતા.