ફોલો કરો આ ટિપ્સ, ચોમાસાની સિઝનમાં ક્યારે નહિં થાય સ્કિન ખરાબ

મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે ચોમાસામાં સ્કિન ઓઇલી અને ખરાબ થઇ જાય છે. આ માટે ચોમાસાની સિઝનમાં સ્કિનનું સૌથી વધારે ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે આ સિઝનમાં સ્કિનનું ધ્યાન પ્રોપર રીતે રાખતા નથી તો તમારી સ્કિન દિવસેને દિવસે વધારે ખરાબ થતી જાય છે અને ફેસ ગંદો લાગવા લાગે છે. આમ, જો તમે પણ ચોમાસાની સિઝનમાં આ બધી વસ્તુઓથી હેરાન-પરેશાન થઇ ગયા છો તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે. તો તમે પણ એક નજર કરી લો આ ટિપ્સ પર..

  • ચોમસામાં તમારી સ્કિન ઓઇલી બહુ રહે છે તો તમે અઠવાડિયામાં 3 વાર મુલ્તાની માટી ચહેરા પર લગાવો. આ માટે તમે મુલ્તાની માટીને જરૂર મુજબ એક બાઉલમાં લો અને પછી એમાં ગુલાબજળ મિક્સ કરી દો. ત્યારબાદ આ માટીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ રહીને ચહેરો ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારી સ્કિન ઓઇલ ફ્રી થઇ જશે અને તમારો ફેસ ગ્લો પણ કરશે.
  • આ સિઝનમાં તમે મેક અપ કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. બને ત્યાં સુધી વરસાદની સિઝનમાં મેક અપ કરવાનું ટાળો. આમ, જો તમને મેક અપ વગર ચાલતુ નથી તો તમે લાઇટ મેક અપ કરવાનું રાખો. ડાર્ક મેક અપ તમારો ચહેરો બગાડીને મુકી દે છે.
  • ચોમાસાની સિઝનમાં ક્યારે પણ મોઇસ્યુરાઇઝર લગાવશો નહિં. મોઇસ્યુરાઇઝર લગાવવાથી તમારી સ્કિન ઓઇલી રહે છે જેના કારણે તમને ફેસ પર પિંપલ્સ જેવી સમસ્યાઓ વધારે પ્રમાણમાં થાય છે.
  • તમે જ્યારે પણ રાત્રે સુઇ જાવો ત્યારે ખાસ કરીને ચહેરાને ક્લિન કરીને ઊંઘવાની આદત પાડો. એટલે કે ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઇને લૂંછી લો અને પછી સૂઇ જાવો. આમ કરવાથી તમારા ફેસ પરનું બધુ ઓઇલ દૂર થઇ જાય છે અને ચહેરો ક્લિન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *