દેશનાં કોર્પોરેટ ઈતિહાસનું સૌથી મોટું મર્જર

HDFC Limitedને પહેલાથી જ ભારતીય રિઝર્વ બેંક, SEBI, PFRDA અને ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સહિત ભારતનાં સ્ટોક એક્સચેન્જ BSE અને NSE તરફથી પરમીશન મળી ચૂકી છે.

RBI સહિત BSEએ પણ આપી મંજૂરી

ભારતનાં પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક HDFC બેંક અને તેની પેરેન્ટ કંપની એટલે કે HDFC ટૂંક જ સમયમાં એક થવા જઈ રહી છે. સંપત્તિ ગિરવી રાખીને હોમ લોન આપનારી દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક HDFC લિમિટેડ પણ બેંક સાથે જોડાવા જઈ રહી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલે 17 માર્ચનાં બંનેનાં મિલનને મંજૂરી આપી છે. તેને ભારતનાં કોર્પોરેટ ઈતિહાસનું સૌથી મોટું મર્જર માનવામાં આવી રહ્યું છે.

RBIએ આપી લીલીઝંડી

HDFC બેંકને RBI પહેલાથી જ Too Big To Fail બેંકની કેટેગરીમાં રાખી ચૂકી છે. હવે જ્યારે તેનું મિલન એચ.ડી.એફ.સી લિમિટેડની સાથે થઈ જશે ત્યારે તે દેશની મોટી મોટી બેંકોની લિસ્ટમાં શામેલ થઈ જશે. HDFC લિમિટેડની HDFC બેંકમાં મિલનને ભારતીય રિઝર્વ બેંક, SEBI, PFRDA અને ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સહિત ભારતનાં સ્ટોક એક્સચેન્જ BSE અને NSE તરફથી પરમીશન મળી ચૂકી છે. હવે કંપની લો ટ્રિબ્યૂનલે પણ આ મર્જર માટે શેર હોલ્ડર્સની મીટિંગ કરવાની પરવાનગી આપી દીધી છે.

દ્વિતીય અથવા તૃતિય ક્વાર્ટરમાં પૂરું થશે મર્જર

BSE પર આજે ટ્રેડિંગ દરમિયાન HDFC limited અને HDFC બેંકનાં શેર ક્રમશ: 1.7% વધીને 2,575.95 રૂપિયા અને 1,578.20 રૂપિયા પર ટ્રેડિંગ કરી રહ્યાં હતાં. આ બંનેનું મર્જર નાણાકીય વર્ષ 24નાં દ્વિતીય અથવા તૃતિય ક્વાર્ટરમાં પૂર્ણ થવાની આશા છે. 10 માર્ચનાં મનીકંટ્રોલની સાથે એક વિશેષ સાક્ષાત્કારમાં એચ.ડી.એફ.સીનાં વાઈસ ચેરમેન અને CEO કેકી મિસ્ત્રીએ જણાવ્યું કે મર્જરથી જોઈન્ટ યૂનિટ માટે વિકાસનાં મોટા અવસરો જન્મશે.

2015માં થયો હતો વિચાર

મિસ્ત્રીએ કહ્યું કે વધુને વધુ શાખાઓથી હોમ લોનનું વિસ્તરણ કરવાનો ઉદેશ્ય છે. હાઉસિંગ લોન પર વિકાસનો મોકો HDFC બેંક (સંયુક્ત)માં સૌથી વધુ હશે. 2015માં પારેખે જણાવ્યું હતું કે તેમની ફર્મ HDFC બેંકની સાથે મર્જર પર વિચાર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *