HARIPAR DIST JAMNAGAR ACCIDENT : બાઇકની પાછળ બેઠેલી પત્નીનું એકાએક ચક્કર આવતાં ચાલુ બાઈક પરથી નીચે પટકાઈ પડતા કરુણ મૃત્યુ

HARIPAR DIST JAMNAGAR : બાઇકની પાછળ બેઠેલી પત્નીનું એકાએક ચક્કર આવતાં ચાલુ બાઈક પરથી નીચે પટકાઈ પડતા કરુણ મૃત્યુ

HARIPAR DIST JAMNAGAR ACCIDENT
HARIPAR DIST JAMNAGAR ACCIDENT

HARIPAR DIST JAMNAGAR  : જામનગર તાલુકાના હરીપર ગામનું એક દંપતિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન ચાવડા ગામ પાસે બાઈકની પાછળ સીટમાં બેઠેલા મહિલાનું ચક્કર આવતાં નીચે પટકાઈ પડ્યા પછી મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના હરીપર ગામમાં રહેતા ધીરજભાઈ રામજીભાઈ ભંડેરી (ઉંમર વર્ષ 41) કે જેઓ ગઈકાલે સવારે 9.30 વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં પત્ની મધુબેન ધીરજભાઈ ભંડેરી (ઉંમર 41 વર્ષ)ને પાછળ બેસાડીને હરીપરથી પસાયા બેરાજા ગામ તરફથી જઇ રહ્યા હતા. જે દરમિયાન ચાવડા ગામ પાસે મધુબેનને એકાએક ચક્કર આવતાં ચાલુ બાઈક પરથી નીચે પટકાઈ પડતા બેશુદ્ધ બન્યા હતા.

તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

HARIPAR DIST JAMNAGAR : આ બનાવ અંગે મૃતકના પતિ ધીરજભાઈ રામજીભાઈ ભંડેરીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *