Hanumant Katha : બાગેશ્વરધામ સેવા સમિતિ કચ્છ દ્વારા ગાંધીધામ ખાતે આયોજિત બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાત્રીના દિવ્ય દરબાર અને હનુમંત કથાનું તા. 26થી તા. 30 સુધી આયોજન કરાયું છે. આદિપુર ગાંધીધામની મધ્યમાં રોટરી સર્કલ ખાતે વિશાળ શમિયાણો બાંધવામાં આવ્યો છે. આયોજન અંગેની વિગતો આપતાં આયોજક ધવલ આચાર્યએ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ કથા માત્ર ગાંધીધામની નહીં સમગ્ર કચ્છની કથા છે. જિલ્લાભરમાં વિવિધ સમાજ અને રાજકીય આગેવાનોને રૂબરૂ મળીને કથા અને દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે આગામી તા. 26મીએ બપોરે બે વાગ્યે રોટરી સર્કલથી કળશયાત્રા યોજાશે. જે ગાંધીધામના વિવિધ માર્ગો ઉપર ફરીને સાંજે 4 વાગ્યે કથા મંડપમાં આવશે. બપોરે 3 વાગ્યાથી નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે અને 26મીએ સાંજે 4થી 8 વાગ્યા સુધી હનુમંત કથાનો આરંભ થશે. તા. 30 સુધી દરરોજ સાંજે 4થી 8 વાગ્યા સુધી કથાનું આયોજન કરાયું છે.
Hanumant Katha : તા. 29મીના બપોરે 12થી 4 વાગ્યા સુધી દિવ્ય દરબાર યોજાશે. તા.30ના રાત્રે 9 વાગ્યે સમાપન કરાશે. કથામાં આવવા માટે માંડવી અને મુંદરા, ભુજથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વેળાએ અંગદાનની જાગૃતિ કેળવવાનો મુખ્ય હેતુ હોવાનું શ્રી આચાર્યએ જણાવ્યું હતું. કાર્યક્રમ માટે બે હજાર જેટલા કાર્યકર્તાઓએ સેવા બજાવવા માટેની તૈયારી દર્શાવી છે. હવે સેવા માટે તૈયાર લોકોને ના પાડવી પડે તેવી પરિસ્થિતિ હોવાનું તેમણે જણાવ્યું હતું.
Hanumant Katha : નંદલાલ ગોયલે આયોજનની વિગતો આપી હતી. આદિપુર પંચમુખા હનુમાન મંદિરના મહંત પ્રકાશાનંદજી મહારાજે શુદ્ધ સંકલ્પથી કરાયેલા આ આયોજનથી સમાજમાં ધર્મનું નિરૂપણ થાય અને લેશમાત્ર સનાતન સમાજને ધર્મ તરફ પ્રેરિત કરવાનો મુખ્ય હેતુ હોવાનો ભાવ વ્યકત કર્યો હતો. કથાના સ્થળે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાશે જેથી કોઈને સારવારની જરૂરિયાત રહે તો મળી શકે. આ વેળાએ સુરેશ ગુપ્તા, મોહન ધારશી ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા. સંચાલન મોમાયાભા ગઢવી અને આભારવિધિ રાજભા ગઢવીએ કરી હતી.