કચ્છી આશ્રમ બદલાપુર -મહારાષ્ટ્ર (Maharashtra) ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ
કચ્છી આશ્રમ બદલાપુર મહારાષ્ટ્ર (Maharashtra) ખાતે પરમ પૂજ્ય શ્રીમહંત ચતુરાનંદગીરીજી મહારાજ (કરપાત્રીજી) ના પાવન સાનિધ્યમાં ભક્તો દ્વારા ભાવભર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો, ગુરુપૂજન, સંતવાણી, રાસોત્સવ, ભંડારા પ્રસાદ ના કાર્યક્રમો યોજાયા
કચ્છી આશ્રમ બદલાપુર મહારાષ્ટ્ર (Maharashtra) ખાતે પરમ પૂજ્ય શ્રીમહંત ચતુરાનંદગીરીજી મહારાજ (કરપાત્રીજી) ના પાવન સાનિધ્ય માં વહેલી સવારે શાસ્ત્રી જ્યોતેન્દ્ર મહારાજના આચાર્ય સ્થાને પૂજ્ય બ્રહ્મલીન મહંત રામાશંકર ગિરીજી મહારાજ (નેપાલી બાપુ ) ની પ્રતિમા નું ગુરુદેવ પૂજન યજ્ઞ કરવામાં આવ્યું જેમાં અ. સૌ નિર્મળાબેન ગોસ્વામી અને વસંતગીરી ગોસ્વામી સહીત જોડાલાઓ એ આહુતિ આપી
આ પ્રસંગે પૂજ્ય શ્રીમહંત ચતુરાનંદગીરીજી મહારાજે આશિર્વચન મા ગુરુ મહિમાનું વર્ણન કરતા જણાવ્યું કે માનવ જીવનમાં ગુરુ ધારણ કરવો જરૂરી છે કારણ કે ગુરુ વગર માનવ નુગરો ગણવામાં આવે છે કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગુરૂ દિયો બતાય, અહીં ગુરુ નો પદ ભગવાન થી મોટું ગણવામાં આવ્યું છે ગુરુઓ પોતાના શિષ્યના જીવનમાં રહેલો અંધકાર દૂર કરી તેને પ્રકાશ આપી સોહમ બ્રહ્મ બનાવે છે તેને મોક્ષ અપાવે છે
Maharashtra : આ મહોત્સવમાં સવારથી સાંજ સુધી કલાકાર દેવાંગ ગઢવી, જય ગઢવી, જગદીશ ગઢવી, પ્રકાશ ગઢવી ના સુમધુર સ્વરે સંતવાણી અને રાસ ગરબા નું કાર્યક્રમ યોજાયું હતું આ મહોત્સવ માં મુખ્ય ઉપસ્થિતિમાં- નેશનલ એન્ટીકરપ્શન કોમ્યુનિટી અધ્યક્ષ રવિન્દ્ર દ્ધિવેદી તેમજ નેશનલ કોર્ડીનેટર માનવ અધિકાર ભ્રષ્ટાચાર નિરોધક સંગઠન ના અધ્યક્ષ રવિ પ્રકાશ દુબે સાથે સુનિલ પવાર, ઠાકરશી માવ, ચેતનભાઇ ગાલા, ભરતભાઈ જોશી, દિનેશભાઈ મોતા, જેન્તીભાઇ મોતા,મહેન્દ્રભાઈ માકાણી,MP થી ઈશ્વરસિંહ પટેલ, પ્રેમચંદભાઈ રાજપુત, મિસ્ત્રીલાલ રાઠોર, સુરત થી કિરીટભાઈ મોઢ, ગોપાલભાઈ પરમાર,મોરબી થી કિરણભાઈ લુહાર, કચ્છ મુન્દ્રા થી કનૈયાભાઈ ગઢવી, માંડવી થી વસંતગિરી ગોસ્વામી, હરજીભાઈ ગઢવી પ્રવીણભાઈ મોતા, પંકજભાઈ ગોર, લવેશભાઈ જોશી, પરેશભાઈ મોતા મિતેશભાઇ નાકર, મહેન્દ્રભાઈ મોતા, નવીનભાઈ ગઢવી, કાંતિલાલ મોતા, વિરજીભાઇ માકાણી સહિતનાઓએ ગુરુ પૂજન નો લાભ લીધો હતો
જ્યારે રાજસ્થાનથી મહેન્દ્રસિંહ સિંહ સહિત ભાવિકોએ ગુરૂ પૂજન કર્યું હતું
Maharashtra : સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જીતેન્દ્રભાઈ મોતા શાંતિલાલભાઈ માકાણી કિર્તીભાઈ પેથાણી મણીશંકર મોતા, પરેશભાઈ ભટ્ટ, પરેશભાઈ નાકર, જયેશભાઈ મોતા, કૈલાશભાઈ પેથાણી મનીષભાઈ ભટ્ટ રમેશભાઈ માકાણી જીગ્નેશભાઈ માકાણી ગૌરવભાઈ માકાણી રામચંદ્ર કોલારે, પ્રવીણભાઈ શાહ મુકેશભાઈ ઠક્કર પ્રજ્ઞાબેન જોશી રંજીતાબેન નાકર કમળાબેન પેથાણી સહિત આગેવાનો એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી.