માંડવી ખાતે ધકાણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરાયો

અદ્યતન સાધનોથી સુસજજ ધકાણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દર્દીઓ માટે બની રહેશે આશીર્વાદ રૂપ : ડોક્ટર ચિંતન સોની

માંડવી : શહેરના સ્વામિનારાયણ મંદિર સામે રાજપૂત ક્ષત્રિય સમાજવાડી પાસે આજે ધકાણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ઉદ્દઘાટન ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે અને સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું.

નવીનીકરણ સાથે શુભારંભ પામેલી આ ૩૨ બેટની હોસ્પિટલમાં ૬ બેડ આઈસીયુ, અત્યાધુનિક ઓપરેશન થિયેટર, એક્સરે, ઇસીજી, સોનોગ્રાફી, ટુ ડીઇકો, લેબોરેટરી, મેડિકલ મેડીક્લેમની સુવિધા,સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ, વીઝીટીંગ ડોક્ટરની સારવાર નિયમિત ઉપલબ્ધ બનશે. ડોક્ટર ચિંતન સોનીના જણાવ્યા મુજબ હોસ્પિટલના તમામ ઓક્સિજનની સુવિધાથી સજજ છે મોડ્યુલર ઓપરેશન થિયેટર, સ્વીટ રૂમ સહિતની સુવિધાઓ સાથે ધકાણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માંડવી અને કાંઠાડ પટ્ટા માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી દર્દીઓને સાજા અને હેમખેમ પરત હસતા મોઢે જાય તેવા પ્રયાસો તેમની ટીમ દ્વારા હાથ ધરાશે તેવું જણાવ્યું હતું. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ધકાણ પરિવારના સેવા યજ્ઞમાં વધુ એક પીછું ઉમેરાયું છે ત્યારે તાલુકાની સુખાકારી માટેના આ પ્રયાસને તેમણે બિરદાવતા ડોક્ટર ચિંતન સોની સુનિલ સોની અને સમસ્ત ધકાણ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

માંડવી સ્વામિનારાયણ મંદિરના સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા. ડો. ચંદન ચુડાસમા અને ડોક્ટર ચાંદની સોનીએ ધકાણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે વિવિધ રોગોની સારવાર અને નિદાન સાથે વિવિધ રોગોમાં લોકોને રાહત મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવશે અને માંડવીના દર્દીને દૂર લંબાવું નહીં પડે તેવું જણાવ્યું હતું.

સુનિલભાઈ સોની, રમેશભાઈ સોની, રાજુભાઈ સોની, ભુપેન્દ્ર સોની, દીપકભાઈ સોની, રાજેશભાઈ સોની, સ્મિતાબેન સોની માલતીબેન બારોટએ ધકાણ પરિવાર વતી સ્વામિનારાયણના સંતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી આરોગ્ય સેવામાં ઉતરોતર વધારો કરવાની ખાતરી દર્શાવી હતી.

ધકાણ પરિવાર દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, સ્વામિનારાયણ મંદિરના સંતોનો વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. નવીનીકરણ પામેલ હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે નરેન્દ્રભાઈ પીઠડીયા, દીપકભાઈ વાસુ, શિવજીભાઈ સંઘાર, ચંદ્રકાંત ચોથાણી, મનુભા જાડેજા, કિર્તીભાઈ ગોર, ડોક્ટર રૂપેશ ગોર, ભગવાનજી ઝાલા, મિતેશ મહેતા, શાંતિલાલ ગણાત્રા, દિનેશ શાહ, જુગલ સંઘવી, વિનય ટોપરાણી, ધર્મેન્દ્રભાઈ કોટક, અસગર નૂરાની, લક્ષ્મીશંકર જોશી, મૂલચંદ શાહ સહિતના આગેવાનો અને તાલુકાભરમાંથી શુભેચ્છકો ઉપસ્થિત રહી ડોક્ટર ચિંતન સોની, ડોક્ટર ચંદન ચુડાસમા, ડોક્ટર ચાંદનીબેન સોની અને ધકાણ પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *