આફ્રિકાના લેનાસિયામાં ભારતીય વેપારીનું અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. લેનાસિયામાં જે ભારતીય વેપારીનુ અપહરણ થયુ છે તેનુ નામ યાસીન ભિકુ હોવાનુ જાણવા મળ્યુ છે. ભારતીય વેપારીનુ જાહેર માર્ગ પરથી અપહરણ કરાયું હતું.
આ અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ હતી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ વેપારી મુળ ગુજરાતી હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.