Gujarat Weather Update : ગરમીથી શેકાવવા થઈ જાઓ તૈયાર: હવામાન વિભાગે કરી આગાહી!

Gujarat Weather Update : અલનીનોની અસરના કારણે આ વર્ષે ઉનાળો રહેશે આકરો, આગામી પાંચ દિવસ તાપમાન સૂકું રહશે તો લઘુત્તમ તાપમાન માં 2-3 ડીગ્રી તાપમાન વધશે

Gujarat Weather Update : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તાજેતરમાં કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, હવામાન વિભાગે માર્ચ મહિનામાં અંગ દાઝડતી ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ વર્ષે અલનીનો ની અસર ના કારણે ઉનાળો આકરો રહી શકે છે. આ સાથે કહ્યું કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે.

Gujarat Weather Update : ગુજરાતવાસીઓ માર્ચ મહિનામાં ગરમીથી શેકાવવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે, આ વર્ષે અલનીનો ની અસર ના કારણે ઉનાળો આકરો રહી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી પાંચ દિવસ તાપમાન સૂકું રહશે તો લઘુત્તમ તાપમાન માં 2-3 ડીગ્રી તાપમાન વધશે. હાલમાં 24 કલાકમાં અમદાવાદ માં 13.3 ડિગ્રી જ્યારે નલિયા 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર દિશામાંથી પવન ફુંકાશે. એટલું જ નહીં હવામાન વિભાગે માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *