ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. 14,382 મતદાન મથકો પર પ્રથમ તબક્કામાં જે 89 બેઠકો પર મતદાન થયું હતું, તેમાંથી ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ પાસે 40 બેઠકો હતી અને એક બેઠક અપક્ષે જીતી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર લગભગ 56.75 ટકા મતદાન થયું છે. આજે 788 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયું છે.પ્રથમ તબક્કાના મતદાનમાં કોઈ અનિચ્છનીય ઘટના સામે આવી નથી. 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું, જોકે કેટલીક જગ્યાએ ઈવીએમમાં ખામી સર્જાવાના અને કોઈક જગ્યાએ ચૂંટણી બહિષ્કારના કિસ્સાઓ પણ નોંધાયા હતા, પરંતુ એકંદરે મતદાનમાં કોઈ મોટો વિક્ષેપ પડ્યો ન હતો. પ્રથમ તબક્કાની સૌથી સંવેદનશીલ ગણાતી ગોંડલ બેઠક પર એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.મળતી માહિતી મુજબ, દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં સૌથી વધુ 72.32 ટકા મતદાન થયું છે, જયારે સાંજના ચાર વાગ્યા સુધીમાં થયેલા મતદાન મુજબ શહેરો કરતા ગ્રામીણ વિસ્તારોમાં વધુ વોટિંગ થયું છે, જયારે શહેરી વિસ્તારોમાં મતદાનમાં નીરસતા જોવા મળી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન મોરબીમાં થયું છે.તાપી 72.32%ડાંગ 64.84%વલસાડ 62.46%સુરેન્દ્રનગર 58.14%નવસારી 65.91%નર્મદા 68.09%મોરબી 56.20%ગીર સોમનાથ 60.46%રાજકોટ 51.66%કચ્છ 54.52%જૂનાગઢ 52.04%સુરત 57.16%પોરબંદર 53.84%અમરેલી 52.73%ભરૂચ 59.36%ભાવનગર 51.34%બોટાદ 51%દ્વારકા 59.11%