GUJARAT VIDHANSABHA : ભાજપ સરકારના મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને ઉચ્ચ અધિકારીઓ ગાંઠતા જ નથી, વિધાનસભામાં ખુલાસો.

ભાજપ સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોએ રાજ્ય સરકારને અધિકારીઓ ગાંઠતા નથી કે તેમનું માન જળવાતું નથી તેવી ફરિયાદ કરી છે. સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, પ્રોટોકોલ જળવાયો ન હોવાની 9 ફરિયાદો જૂદા-જૂદા મંત્રીઓ-ધારાસભ્યો અને સાંસદો દ્વારા કરવામાં આવી છે.
GUJARAT VIDHANSABHA : આ બાબતે સરકારના પ્રોટોકોલ મંત્રીએ જવાબ રજૂ કર્યો હતો કે, 9 જેટલી ફરિયાદો મળી છે. મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોનો પ્રોટોકોલ જળવાય તેવી સ્થાયી સૂચનો છે પરંતુ, તેમ છતાં પ્રોટોકોલ જળવાતો નથી. મહત્ત્વનું છે કે ઉચ્ચ અધિકારીઓ મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોને ગાંઠતા નથી. સરકારને મળેલી ફરિયાદમાં મંત્રી, ધારાસભ્યો અને સાંસદોએ કહ્યં કે, અમારા મત વિસ્તારમાં જાહેર કાર્યક્રમો હોય તેમાં ધારાસભ્યોને બોલાવવામાં નથી આવતાં. આ સિવાય આમંત્રણ પત્રિકામાં પણ નામ નથી હોતા. ઘણાં કાર્યક્રમોમાં બોલાવવામાં આવે તો તક્તીઓમાં નામ નથી મૂકવામાં આવતાં.
GUJARAT VIDHANSABHA : અનેક કેસમાં તો એવું પણા સામે આવ્યું છે કે, કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય-પૂર્વ સાસંદોના તક્તીઓના નામ હોય છે પરંતુ, ચાલુ ધારાસભ્ય-સાંસદના નામ નથી મૂકાતા .એવી પણ ફરિયાદો થઈ છે કે, જ્યારે મંત્રીઓ કોઈ કાર્યક્રમમાં જાય ત્યારે મામલતદાર અને પોલીસ અધિકારીઓ પ્રોટોકોલ પ્રમાણે હાજર રહેતા નથી. લોકાર્પણથી માંડી વિવિધ કાર્યક્રમોમાં સ્થાનિક ધારાસભ્યોને જિલ્લાના અધિકારીઓ બોલાવતા નથી. આમ અધિકારીઓ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંઠતા નથી.
GUJARAT VIDHANSABHA : જે મંત્રીઓ-સાંસદ, ધારાસભ્યોએ પ્રોટોકોલ બાબતની ફરિયાદ કરી છે તેમાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, દિપસિંહ રાઠોઠ, જશવંતસિંહ પરમાર, સેજલ પંડ્યા, અરવિંદ લાડાણી, શામજી ચૌહાણ, વિનોદ મોરડીયા, હેમંત ખવા સહિતના લોકોનો સમાવેશ થાય છે.