ગુજરાતની નવી વિધાનસભા…!

નવા ચહેરાઓમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ઉદ્યોગપતિ રીવાબા જાડેજાનો સમાવેશ થાય છે, જેઓ જામનગર ઉત્તરથી 50,000 કરતા વધુ મતોથી જીત્યા છે. રીવાબા જાડેજા ઉપરાંત અન્ય બે બિઝનેસ વુમન રીટા પટેલ અને માલતી મહેશ્વરી પણ વિધાનસભામાં પહોંચી છે.

ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. ભાજપે 182 વિધાનસભા સીટોમાંથી 156 સીટો જીતીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો કોંગ્રેસના ખાતામાં માત્ર 17 સીટો જ આવી છે, જ્યારે આમ આદમી પાર્ટીને પાંચ અને અન્યને ચાર બેઠકો મળી છે. આ વખતે 15મી વિધાનસભામાં કેટલાક ફેરફારો જોવા મળશે. આ વખતે 105 નવા ચહેરા વિધાનસભામાં પહોંચ્યા છે. જેમાં 14 મહિલા ધારાસભ્યો છે, જ્યારે એક મુસ્લિમ ધારાસભ્ય છે. તો 77 વર્તમાન ધારાસભ્યો ફરીથી ચૂંટાયા છે.

નવી વિધાનસભામાં ત્રણ પ્રેક્ટિસિંગ ડોક્ટર પણ હશે, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ પણ સામેલ છે. દર્શિતાબેન શાહ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા છે. આ બેઠક પરથી 2017ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીત્યા હતા. અન્ય ડોક્ટરોમાં ડો. દર્શના દેશમુખ અને પાયલ કુકરાણી પણ સામેલ છે, જેઓ ભાજપની ટિકિટ પર નાંદોદ બેઠક પર  અને નરોડા બેઠક પરથી જીત્યા છે. 

126 ધારાસભ્યો ફરી ચૂંટણી લડ્યા, માત્ર 77 જ જીત્યા

2022ની ચૂંટણીમાં કુલ 126 ધારાસભ્યોએ ફરીથી ચૂંટણી લડી હતી. મતદારોએ તેમાંથી 77ને ફરીથી ચૂંટ્યા છે, જેમાંથી 84 ટકા ભાજપના છે, જ્યારે 12 ટકા કોંગ્રેસના છે. અન્યમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સમાવેશ થાય છે, જેઓએ અપક્ષ ચૂંટણી લડી હતી અને બાયડ બેઠક જીતી હતી. જ્યારે કાંધલ જાડેજા કુતિયાણાથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *