રાજ્ય માં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી…
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જેનાથી આવનારા સમયમાં લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. હવમાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં બે દિવસ તાપમાન 43 ડિગ્રી રહેશે. ત્યાર બાદ 6 તારીખથી તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થશે. આ ઉપરાંત 8 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ રહેશે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીની પણ અસર રહેશે. જોકે રાજ્યમાં હજુ મોન્સૂનના વરસાદની રાહ જોવી પડશે.