ફાઈલ ફોટો
Gujarat : ગુજરાત માં હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. આજે એટલે 29 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં કમોસમી વરસાદ ની આગાહી છે. જેને પગલે આજે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે.
આજે વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભરઉનાળે રાજ્યમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માંથે ચિંતાના વાદળો છવાયા છે. આજે અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, મહીસાગર, દ્વારકા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા રસ્તાઓ ભીના થઈ ગયા છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી છે. તો બહુચરાજી અને પાલનપુરમાં વીજળી પડવાને કારણે બેનાં મોત થયા અને એકની સ્થિતિ ગંભીર છે.
Crime king news
Crime king news
ભરઉનાળે ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોને ઘણુ નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનનો સર્વે કરાવવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા માવઠાને કારણે થયેલા પાકનું નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. રાજ્યમાં માવઠાથી ખેડૂતોને થયેલા પાક નુક્સાન સર્વે પૂર્ણ થઈ ગયો હોવાનું નિવેદન કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપ્યું છે. સહાયની પ્રક્રિયા હવે છેલ્લા તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થઈ શકે છે. ખેડૂતોને આ આશ્વાસન કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપ્યું છે.
Crime king news
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે 30 એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ, નર્મદામાં વરસાદની આગાહી છે. તો 1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અ,મરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠું પડી શકે છે. કમોસમી વરસાદને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.