Gujarat : ટીવી ઈન્ડસ્ટ્રીમાં બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પછી વધુ એક હાસ્ય કલાકારે દુનિયાને અલવિદા કહી દીધું છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનના કન્ટેસ્ટન્ટ પરાગ કનસારા (Parag Kansara)નું નિધન થઈ ગયું છે. તેમના મિત્ર અને ફેમસ કોમેડિયન સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ જાણકારી આપી છે.
Gujarat: સુનિલ પાલે એક ઇન્સ્ટાગ્રામ વીડિયો શેર કરીને કહ્યું હતુ કે, મિત્રો.. નમસ્કાર, એક અન્ય દુઃખદ સમાચાર છે. ઈન્ડસ્ટ્રીમાંથી અમારા લાફટ ચેલેન્જના સાથી પરાગ કનસારાજી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ દરેક વાતને ઊંધું વિચારો કહીને આપણને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી રહ્યા. ખબર નહીં કોમડીની દુનિયાને કોની નજર લાગી ગઈ છે. થોડા દિવસ પહેલા જ રાજુ શ્રીવાસ્તવે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. એક પછી એક કોમેડી લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. આપણે એક પછી એક કોમેડી પિલ્લરને ઘુમાવી રહ્યાં છે.
ગુજરાતના હતા પરાગ કનસારા
કોમેડિયન પરાગ કનસારા ગુજરાતના વડોદરાના રહેનારા હતા. લાંબા સમયથી પરાગ ટીવી અને ફિલ્મોથી દુર હતા. પરાગ કનસારા Great Indian Laughter Challenge માં કંટેસ્ટેંટ તરીકે જોવા મળ્યા હતા. જે દર્શકોને ખૂબ હસાવતા હતા.