વાઘેલા બાપુનો પંજામાં પુનઃપ્રવેશ, અર્જુન મોઢવાડિયાએ કર્યો ઈશારો . . !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજકીય પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે, ત્યારે જૂના જોગીઓ પણ વિધાનસભાની ચૂંટણીને લઇને સક્રિય થઇ રહ્યા છે. હવે ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રી થઇ શકે છે, એવા સંકેત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પોતે આપ્યા છે.શંકરસિંહની કોંગ્રેસમાં રિ-એન્ટ્રી અંગે અર્જુન મોઢવાડિયાએ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે, હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે અને તમારી આતુરતાનો જલ્દી અંત આવશે.

આ સાથે જ તેમણે કહ્યુ કે, અમારી લાગણી છે બાપુ કોંગ્રેસમાં આવે. કોંગ્રેસ નેતા મોઢવાડિયાના આ નિવેદન બાદ રાજકીય ખેમે ચર્ચાનો એક નવો વિષય મળ્યો છે. હવે આગળ જોવાનું રહેશે કે શું ખરેખર શંકરસિંહ કોંગ્રેસમાં જોડાશે અથવા આ મામલે તેમના તરફથી કોઇ સ્પષ્ટતા કે ખુલાસા કરવામાં આવશે. બીજી બાજુ, નર્મદા જિલ્લામાં રાજકીય ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે. BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવાએ રાજીનામુ આપ્યું છે. બીટીપીના ડેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવાએ પણ પાર્ટીના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. બીટીપીના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ રાજીનામુ આપ્યું છે. તમામ પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતા જિલ્લાના રાજકારણ ગરમાવો આવ્યો છે.

હાલ બીટીપી જિલ્લા પ્રમુખ સહિતના મોબાઈલ સ્વિચ ઓફ આવતા કુતુહલ સર્જાયું છે. બીટીપીના મોટા હોદ્દેદારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા રાજકીય ભૂંકપ સર્જાયો છે. આ તમામ આપમાં જોડાય એવી શક્યતા છે.આ સિવાય રાજ્યની તમામ વિધાનસભા બેઠક પર પ્રદેશ ભાજપ યાત્રા યોજશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2-2 યાત્રા, ઉત્તર ગુજરાતમાં 1 યાત્રાનું આયોજન કરાશે. વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપે કવાયત હાથ ધરી છે. પ્રદેશ ભાજપ ગુજરાતમાં 5 યાત્રાઓ યોજશે. તમામ 182 બેઠક પર ચૂંટણી પહેલા યાત્રાનું આયોજન કરાશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 2-2 યાત્રા યોજાશે. ઉત્તર ગુજરાતમાં ભાજપ એક યાત્રા યોજશે. આ યાત્રાની શરુઆત રાષ્ટ્રીય નેતૃત્વ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *