ઉડતા ગુજરાત : જામનગરમાં નેવી ઇન્ટેલિજન્સે કોરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું 

ગુજરાતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફીઓ દ્વારા જુદી જુદી રીતે ડ્રગ્સ પહોચાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. ગુજરાતના યુવાનોને ડ્રગ્સની લત લાગી જાય અને ડ્રગ્સના બંધાણી બની જાય તે માટે એક મોટાપાયે ષડ્યંત્ર ચાલી રહ્યું છે. આજે જામનગરમાં કરોડોની કિંમતના ડ્રગ્સ સાથે એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો. નેવી ઇન્ટેલિજન્સે ડ્રગ્સનું રેકેટ ઝડપ્યું છે.

જામનગરમાંથી આજે કરોડોની કિંમતનું ડ્રગ્સ નેવી ઇન્ટેલિજન્સે ઝડપ્યું છે. જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પરથી આ ડ્રગ્સનું રેકેટ ઝડપાયું હતું. આ પકડાયેલા વધુ ત્રણ શખ્સોના નામ બહાર આવ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ નેવી ઇન્ટેલિજન્સે આ ડ્રગ્સ અંગેની ચોક્કસ બાતમીને આધારે જામનગરના શરૂ સેક્શન રોડ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન એક વ્યક્તિ શંકસસ્પદ વ્યક્તિ જણાતા તેની અટકાયત કરીને તલાશી લેવામાં આવી હતી. આ તલાશી દરમિયાન તેની પાસેથી MD ડ્રગ્સનો 10 કિલો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની અંદાજિત કિંમત 6 કરોડ રૂપિયા જેટલી ગણવાવમાં આવી રહી છે.

આ મામલે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી સામે ગુનો નોંધવાની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ વધુ તાપસ થઇ રહી છે. નોંધનીય છે કે ગુજરાતમાં આ પહેલા પણ ડ્રગ્સ પકડાઈ ગયું છે. આ અગાઉ સુરતમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *