ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે જ પેપર લીક સામે વિધેયક પસાર કરવાની તૈયારી

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બે દિવસ બાદ ગુરુવારથી મળવા જઈ રહ્યું છે. ત્યારે પ્રથમ દિવસે વિધેયક પસાર કરવાની રાજ્ય સરકારની તૈયારીઓ છે. પ્રથમ દિવસે રાજ્યપાલના ભાષણ બાદ વિધેયક પસાર કરવાની તૈયારીઓ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી રહી હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. 

આ વખતે રાજ્ય સરકાર પર ફરી વખત બીજેપી સરકાર આવ્યા બાદ પણ પેપર લીક મામલે યુવાનો મોટી ભારે નારાજગી જોવા મળી રહી છે. 9 લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતાની સાથે જ રાજ્ય સરકારે 23 પ્રકારની જોગવાઈઓ સાથે વિધેયક પસાર કરવાને લઈને તૈયારીઓ દર્શાવી દીધી છે, ત્યારે વિપક્ષ કોઈ સવાલ ઉભા કરે એ પહેલા જ આ મામલે વિધેયક પસાર કરવાને લઈને સરકારે તૈયારીઓ દર્શાવી દીધી છે.

છેલ્લા નવ વર્ષમાં રાજ્યમાં 13 સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ 
પેપર લીકના કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવાને કારણે બેકફૂટ પર આવેલી ભુપેન્દ્ર પટેલ સરકારે આ મુદ્દાનો રાજકીય લાભ ન ​​લઈ શકે તે માટે ફ્રન્ટફૂટ પર રમવાનું ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે. સરકાર 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં બિલ રજૂ કરવાના મૂડમાં છે જેથી આ મુદ્દે વિપક્ષના હુમલાઓનો જવાબ આપી શકાય. છેલ્લા નવ વર્ષમાં રાજ્યમાં 13 સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ત્યારે વિપક્ષના સવાલોનો ઘેરાવો થાય એ પહેલા જ સરકાર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કાયદાના અભ્યાસમાં વ્યસ્ત છે.  બીજી ટર્મના બીજા મહિનામાં પેપર લીકના કારણે બેકફૂટ પર આવેલી ગુજરાત સરકાર વિપક્ષને વિધાનસભામાં વિરોધ કરવાની તક આપશે નહીં. 

પ્રથમ દિવસે બિલની તૈયારી 
પહેલા દિવસે રાજ્યપાલનું સંબોધન થશે. ત્યારપછી સરકાર પેપર લીક રોકવા માટે બિલ રજૂ કરે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં પેપર લીક અટકાવવા માટે સરકારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અમલમાં રહેલા પેપર લીક વિરોધી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો છે. 15મું વિધાનસભા બજેટ સત્ર 23 ફેબ્રુઆરી ગુરુવારથી મળી રહ્યું છે ત્યારે 23 માર્ચ સુધી ચાલશે. જેમાં બજેટ બીજા દિવસે રાજ્ય સરકારનું રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *