ગુજરાત : રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદી માહોલ જામતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાતા વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આગામી 2 દિવસમાં સામાન્યથી ભારે વરસાદ સમગ્ર રાજ્યમાં વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી કરાતા આગામી થોડા દિવસો માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ભારે વરસાદ થતા અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તેમજ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. શ્રાવણમાં શ્રીકાર થતા સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *