જે મંત્રી કે કચેરીમાં કામ હશે ત્યાંનો જ પાસ નીકળશે બિનજરૂરી મંત્રાલયો માં ફરતા લોકો ઉપર આઈબી વોચ રાખશે
ગાંધીનગર:સચિવાલયના મંત્રાલયો અને વિવિધ કચેરીઓમાં વગર કામે ફરતા લોકો હવે મંત્રાલયમાં કે કચેરીઓમાં કામ વગર ફરી નહીં શકે સચિવાલયની મુલાકાતે આવતા મુલાકાતિઓ પર આઇબી વોચ રાખશે.સચિવાલયના વિવિધ મંત્રાલયોમાં સચિવાલય માં આવતા લોકોની હવે વધુ કડકાઈ થી ચકાસણી કરવામાં આવશે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સચિવાલય આવતા મુલાકાતિઓ પ્રવેશ પાસ મેળવીને વગર કામે ગમે ત્યાં ફરતા હોય છે.
આથી આવા લોકોના પ્રવેશ ઉપર નિયંત્રણ લાવવામાં આવશે અને વગર કામે સચિવાલયમાં ક્યાંય ફરી નહીં શકે. સચિવાલય આવતા મુલાકાતિઓ જે કચેરી કે મંત્રાલયમાં જવા માટેનો પ્રવેશ પાસ મેળવ્યો હશે. તે કચેરી કે મંત્રાલયમાં જ મુલાકાતે જઈ શકશે તે સિવાય એ પાસ પર અન્ય ક્યાંય પણ ફરી નહીં શકે. સચિવાલય કામ અર્થે આવતા મુલાકાતીઓ ઉપર હવે સરકાર બાજ નજર રાખશે અને મંત્રાલય અને સરકારી કચેરીમાં ફરતા મુલાકાતિઓ ઉપર આઈબી વોચ રાખશે.આ ઉપરાંત પ્રવેશ માટે અમુક લોકો દ્વારા કઢાવવામાં આવેલા હંગામી પ્રવેશ કાર્ડની પણ પોલીસ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવશે. પ્રવેશ પાસ કઢાવ્યા વગર સચિવાલય સંકુલમાં જો કોઈ વ્યક્તિ ફરતો જોવા મળશે તો પોલીસ અટકાવશે.