ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. શપથવિધિ પહેલાં મુખ્યમંત્રી નિવાસે સંભવિત મંત્રીઓની બેઠક મળી હતી. ત્યારબાદ તમામ હોટલ લીલા રવાના થયા હતા.સંભવિત મંત્રીઓ સહિતના ચૂંટણી જીતનાર ભાજપના ધારાસભ્યોનું હોટલ લીલામાં ભોજન કર્યુ હતું. ત્યારબાદ 2 વાગ્યે શપથ સમારોહ શરૂ થશે.જેમાં વધુ 3 મંત્રી ઉમેરાઈ શકે છે.
મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવાયાં છે. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ બિરાજશે, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહેશે, તો સાથે સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
મંત્રીપદ માટે આટલાને ફોન કરાયા
- હર્ષ સંઘવી
- ઋષિકેશ પટેલ
- કનુભાઈ દેસાઈ
- રાઘવજી પટેલ
- મુળુભાઈ બેરા
- પુરુષોત્તમ સોલંકી
- કુંવરજી બાવળિયા
- ભાનુબહેન બાબરિયા
- કુબેર ડિંડોર
- બળવંતસિંહ રાજપૂત
- બચુ ખાબડ
- જગદીશ પંચાલ
- મુકેશ પટેલ
- ભીખુસિંહ પરમાર
- પ્રફુલ પાનસેરિયા
- કુંવરજી હળપતિ