ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક પછી એક ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે હવે નરેન્દ્ર મોદી આગામી 29મી તારીખે સુરતની મુલાકાતે આવી રહ્યા છે જેન લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક એ નહીં પરંતુ 7 જેટલા કર્યક્રમમાં આપશે હાજરી. પીએમ મોદીના સુરત પ્રવાસને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે અને તૈયારીનો આખરી ઓપ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની સાથે અમદાવાદની પણ લેશે મુલાકાત. પ્રધાનમંત્રી મોદીના સુરત પ્રવાસે લઈને સ્થાનિક પ્રશાસ દ્વારા તૈયારી પૂર્ણ થઇ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં સભા સંબોધશે ત્યાં સુરક્ષાને લઈને પૂરતો ખ્યાલ રાખવમાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામમાં આવ્યો છે. આ માટે સુરત શહેર પોલીસ સહીત જિલ્લા પોલીસ પણ બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે. આજે સવારે હેલીકૉપટરનું પણ રિહર્સલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સભા માટે લીબાયતમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડોમને વરસાદમાં પણ કોઈ નુકશાન ન થાય તેવો બનાવવમાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં ત્રણ હજાર 472 કરોડ 54 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.
નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં ત્રણ કિલોમીટરનો લાંબો રોડ શૉ કરશે અને તેના માટે જુદા જુદા સ્થળોએ પોઇન્ટ બનવવામાં આવ્યા છે. આ અલગ અલગ પોઇન્ટ પર અલગ અલગ સમાજના લોકો ક્લચર રીતે મોદીનું સ્વાગત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં સભા ગજવશે અને વિકાસના કર્યો ખુલ્લા મુકશે. પ્રધાનમંત્રીના સંબોધનને સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકોને તપસ્યા બાદ સભાની અંદર જવા મળશે.