રાજયની 182 વિઘાનસભા બેઠક પર તારીખ 23 ઓક્ટોબરના રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ નિમિત્તે મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવશે. આરોગ્યમંત્રી તેનો પ્રારંભ આવતી કાલે કરાવશે.
રાજયની જનતાના આરોગ્યની સુખાકારી માટે પદાધિકારીઓ અને ડોકટર્સ દ્વારા સામુહિક ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મેડિકલ સેલના સંયોજક ડો.ઘર્મેન્દ્રભાઇ ગજ્જર એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નારજીના માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા તારીખ 23 ઓક્ટોબરના રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ નિમિત્તે રાજયની 182 વિઘાનસભા બેઠક પર રાજયની જનતાના આરોગ્યની સુખાકારી માટે પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ડોકટર્સ દ્વારા સામુહિક ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રાજયના આરોગ્યમંત્રી રૂષીકેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. સામુહિક ધન્વંતરી પૂજન સમય અને શુભમુહૂર્ત બપોરે 01 થી 2.30 કલાકે યોજાશે.
આજે વલસાડ ખાતે દક્ષિણ ઝોનની બેઠકની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત થઇ
આજથી બીજેપી સભ્યો સાથે દિવાળી પર્વ નિમિતે ગેધરિંગ થઈ રહ્યું છે.
વલસાડ ખાતે દક્ષિણ ઝોનની બેઠકની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત થઇ. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ,પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં દક્ષિણ ઝોનના રાજ્યના મંત્રીઓ,ધારાસભ્યઓ પ્રદેશના પદાધિકારીઓ, ચૂંટાયેલા પાંખ ના પ્રતિનિધિઓ ,પૂર્વ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.