ટીકીટ  ટુ વિધાનસભા  : સી.આર પાટીલે મોડી રાત્રે ઉમેદવારોને ટીકીટની જાણ કરી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે અને તે બાદ રાજકીય પક્ષો તેમના છેલ્લા ચરણમાં પ્રચાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આજે તેમના ઉમેદવારોની જાહેરાત ઔપચારિક રીતે કરી દીધી છે. સૂત્રો માંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક ઉમેદવારોને મોદી રાત્રે જ ફોન આવી ગયા હતા. ગઈકાલે ભરતીય જનતા પાર્ટીના કેટલાક સિનિયર નેતાઓએ વિધાનસભાની ચૂંટણી ન  લડવાની જાહેરાત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઔપચારિક રીતે ફોન કરીને ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.  કેટલાક નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે તો કેટલાકની ટીકીટ કપાઈ હોય તેવા સંકેત મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કેટલાક નામો ફાઇનલ થઇ ગયા છે અને તેમને રાત્રે ફોન કરીને જાણ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાની જિલ્લાની જસદણ બેઠક પરથી કુંવરજીભાઈ બાવળીયાને ટીકીટ નક્કી થઇ ગઈ છે તેવી સૂચના અપાઈ છે તો બીજી તરફ રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળાની ટીકીટ ફાઇનલ છે તેવું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત ગીતાબા જાડેજા અને જયેશ રાદડિયાની ટિકિટ ફાઇનલ થઇ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. વિરમગામમાંથી હાર્દિક પટેલનું નામ  નક્કી હોવાનું મનાઈ છે તો પોરબંદરમાંથી બાબુ બોખરીયાને રિપીટ કરવામાં આવ્યા છે. 

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે દિલ્હી ખાતે બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ ઉપસ્થિત હતા. દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા વિધાનસભાની બેઠકમાં ક્યાં ઉમેદવારોને ટીકીટ આપવી તે માટે ચર્ચા થઇ હતી અને નિર્ણય લેવાયા હતા. આ માટે કેટલાક નેતાઓને ગઈકાલે રાત્રે જ સી.આર પાટીલનો ફોન આવી ગયો હતો. વિધાનસભાની ચૂંટણીને લઈને સિનિયર નેતાઓની ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા હવે આ બેઠકો પર નવા ચેહરા પણ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *