ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આડે કલાકો બાકી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા બીજા તબક્કાના મતદાનને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારે આ તૈયારીઓના ભાગરુપે નેતાઓ દ્વારા ભાષણોમાં કેટલા નિવેદનો તો કેટલીક ટીપ્પ્ણીઓ પણ સામે આવી રહી છે.
માલપુરમાં જગદીશ ઠાકરેએ સભા કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. બીજી તરફ જગદીશ ઠાકોરે પણ નિવેદન આપ્યું હતું કે, આ સાફો પહેરાવ્યો છે તેની લાજ રાખજો. તમારી સામે ખોળો પાથરીને ભીખ માંગુ છું. માલપુરના કાર્યકરો પાસે ભીખ માંગું છું. આ ખોળો પાથર્યો છે તેની લાજ રાખજો નહીંતર દુનિયા હશસે તેમ ચૂંટણી ટાંણે સભાને સંબોધતા જગદિશ ઠાકોરે કહ્યું હતું. આમ ચૂંટણીમાં મતદારોને ધ્યાનમાં રાખી તેમણે આ નિવેદન કર્યું હતું.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું કે, અમે સરકાર સામે લડવાની ભાવના ગુમાવી દીધી છે. ભાજપનું શાસન બેફાન બની ગયું છે. ગરીબ કોંગ્રેસના લોકોને દબાવવાનું કામ કરે છે અને કોંગ્રેસને હેરાન કરે છે. જો આવું જ ચાલ્યા કરશે તો આપણે ગુલામ જ રહેશું. છેલ્લા 27 વર્ષથી ભાજપ અંગ્રેજો જેમ કરતા તેમ ભાગલા પાડીને ગુજરાતમાં રાજ કરી રહ્યું છે. જગદીશ ઠાકરે વધુમાં કહ્યું કે, ભાજપનું શાસન ખતમ કરવું કે નહીં તમારો મુખ્યમંત્રી બને એવું કરવું છે કે નહીં. વેપારીઓના પ્રશ્નોને ખતમ કરવા છે કે નહીં. તેમ તેમણે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.