સુરતમાં કાર્યકરો ઉમેદવારો માટે પડકાર, 2017ની ચૂંટણીમાં સુરતમાં 13 લાખ મતદારો મતદાન કરવા માટે ફરક્યા નહોતા

સુરત જિલ્લાની વિધાનસભા બેઠકમાં મતદારો છેલ્લા દસ વર્ષની અંદર 13 લાખ જેટલા વધ્યા છે. એટલે કે દર 5 વર્ષે 6.5 લાખ મતદારો વધે છે. ત્યારે 2017ની વાત કરીએ તો 16 વિધાનસભાની બેઠકો પર ચૂંટણીમાં 13 લાખ મતદારો મતદાન જ નહોતું કર્યું. ત્યારે વધુ મત મેળવવો એ ચૂંટણી તંત્ર, ઉમેદવારો, આગેવાનો, કાર્યકરો માટે પડકાર છે. કેમ કે, મતદારોને તેમના રુઝાન તરફ લાવવા અને મતદારોને મતદાન મથક સુધી લઈ જવા એ જરુરી બની રહેશે. 

1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને છતાં સુરત શહેર કે જિલ્લામાં ચૂંટણી જેવો માહોલ જેવો હોવો જોઈએ તેવો માહોલ દેખાતો નથી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 47.45 લાખ મતદારો હોવાથી આ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે માત્ર ચૂંટણી પંચ જ નહીં, નેતાઓ, ઉમેદવારો, કાર્યકરો, એજન્ટોએ પણ ભારે મહેનત કરવી પડશે. 

ગત વખતે ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. બીજી તરફ વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ અને તમામ ચૂંટણી અધિકારીઓ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

ગત વિધાનસભા ચૂંટણીમાં 16 વિધાનસભાઓમાં કુલ 40,28,678 મતદારો નોંધાયા હતા. જેમાંથી 26,82,457 મતદારોએ 66.58 ટકા મતદાન કર્યું હતું. આ રીતે, 33.42 ટકા એટલે કે 13,46,221 મતદારો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી શક્યા નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *