ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી અંતર્ગત કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી વિશ્વસનિયતા પ્રતિકનું પ્રમાણ બની ગઈ છે. જ્યારથી 2014માં મોદીજીએ ભારતની બાગડોળ સંભાળી છે ત્યારથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું કદ વધ્યું છે. ભારત આજે બોલે છે તો વિશ્વના દેશો પણ સાંભળે પણ છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ 20મી સદીમાં ગુજરાતના ગૌરવ અને અસ્મિતાના પ્રતિક છે ત્યારે 21મી સદીમાં ગુજરાત ગૌરવનું અસ્મિતાનું પ્રતિક મોદીજી છે. આજે પીએમ વિશે અપશબ્દો કોંગ્રેસ બોલી રહી છે. અન્ય રાજનિતીક પાર્ટી ફાલતુ આક્ષેપ પણ કરે છે.
જે પ્રકારે અપશબ્દોના પ્રયોગ કોંગ્રેસના અધ્યક્ષ ખડગે એ કર્યા છે આ ફક્ત તેમની જ વિચાર શૈલી નથી કોંગ્રેસના નેતૃત્વની જમાત છે તેની આ વિચારશૈલીનું પરીણામ છે. પીએમ પર કરવામાં આવેલા અપશબ્દોનો જવાબ ગુજરાતની જનતા આપશે. 2014માં અર્થવ્યવસ્થાને તાકાત આપવાનું કામ પીએમ એ કર્યું છે. 10માં સ્થાને એ સમયે હતા ત્યારે આજે ટોપ 5 ઈકોનોમીમાં છીએ. આ ભાજપ સરકારની સોચ, નિતીનું પરીણામ છે.
ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે રાજીવ ગાંધીએ એક સમયે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે, 1 રુપિયો હું મોકલું છું લોકો સુધી 14 પૈસા પહોંચે છે. અત્યારે પીએમ મોદીએ સિસ્ટમ બનાવી છે અને ડાયરેક્ટ એકાઉન્ટમાં પૈસા જાય છે. કરેપ્શન વિરુદ્ધ બદલાવ લાવવાનું કામ પીએમ મોદીએ કર્યું છે. તેમ રાજનાથસિંહે કહ્યું હતું.