ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ પડ્યા શાંત, આ નેતાઓ ઉતર્યા હતા મેદાને

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડધમ પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને શાંત પડ્યા છે. ચૂંટણીને લઈને પ્રચાર પ્રશાર વિવિધ પાર્ટીઓ દ્વારા 89 બેઠકો માટે આજે સાંજ સુધીમાં પૂર્ણ થયો છે. સાંજે 5 વાગ્યા સુધી પ્રચાર, રેસીઓ અને સભાઓ પાર્ટીઓ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાશે જ્યારે બીજા તબક્કાની ચૂંટણી 5 ડીસેમ્બરના રોજ થશે. ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર શાંત પડ્યો છે.  



ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.પહેલા તબક્કાના મતદાનના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. અંતિમ દિવસે રાજકીય પક્ષો-ઉમેદવારો મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો વિવિધ સ્થળોએ રેલીઓ અને સભાઓ કરી હતી. આજે સાંજે 5 વાગે પ્રચારનો ધમધમાટ શમ્યો છે. હવે ડોર ટુ ડોર પ્રચાર થશે. બીજી તરફ બીજા તબક્કાની સભાઓમાં નેતાઓ દ્વારા પ્રચારનો ધમધમાટ શરુ થશે.

આજે ભગવંત માનનો સુરેન્દ્રનગર-બોટાદમાં રોડ શો યોજાયો હતો. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભાવનગરમાં રોડ શો  કર્યો હતો જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની માંડવી અને ગાંધીધામમાં પ્રચાર કર્યો હતો. અભિનેતા પરેશ રાવલે સાવરકુંડલામાં પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 3 જિલ્લામાં 4 જાહેરસભાઓને સંબોધી હતી. આ ઉપરાંત બીજા તબક્કાના મતદાન માટે પણ અમિત શાહ, રુપાલા, સ્મૃતિ ઈરાની તેમજ હિતુ કનોડીયાની અમદાવાદમાં આજે જાહેર સભાને સાંજે અને રાત્રે સંબોધશે. અમદાવાદમાં ગોવાના સીએમ પણ  ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચાર મણિનિગર સહીતના વિસ્તારમાં જોડાયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *