જુનાગઢ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી 2022 નો માહોલ જામ્યો છે ત્યારે આ ચૂંટણીમાં કુલ પાંચ વિધાનસભા બેઠક ઉપર 12 અપક્ષોએ જંપલાવ્યું છે જેમાં માત્ર એક મહિલાનો સમાવેશ થાય છે પરંતુ છેલ્લી ૧૩ ચૂંટણીની વાત કરીએ તો તેમાં અત્યાર સુધીમાં 240 જેટલા અપક્ષોએ ચૂંટણી લડી હતી જેમાંથી માત્ર ત્રણ અપક્ષ ઉમેદવાર વિજેતા બનીને ધારાસભ્ય બન્યા હતા
ચૂંટણી ગમે તે હોય પરંતુ તેમાં મુખ્ય રાજકીય પક્ષો સિવાયના અન્ય પક્ષો કે અપક્ષ ઉમેદવારોનો પણ ક્યારેક મહત્વનો ભાગ હોય છે ત્યારે જુનાગઢ જિલ્લામાં 1962 થી લઈને 2017 સુધીની ચૂંટણીમાં કુલ 26 મહિલાઓ સહિત 502 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઉતર્યા હતા ત્યારે તેમાં 240 જેટલા અપક્ષોએ ચૂંટણી લડી હતી જેમાં ત્રણ ઉમેદવાર એવા હતા જેઓ જીત્યા હતા
જિલ્લામાં 1962 માં 5 અપક્ષ, 1967 માં 10 અપક્ષ,1972 માં 23 અપક્ષ, 1975 માં 11 અપક્ષ, 1980 માં 14 પક્ષ, 1985 માં 17 અપક્ષ, 1990 માં 17 અપક્ષ, 1995 માં 54 અપક્ષ, 1998 માં 12 અપક્ષ, 2002 માં 17 અપક્ષ, 2007માં 18 અપક્ષ, 2012 માં 21 અપક્ષ, 2017માં 20 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા