આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને યાત્રાધામ ડાકોરમાં રોડ શો કર્યોઆમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને યાત્રાધામ ડાકોરમાં રોડ શો કર્યોઆમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને યાત્રાધામ ડાકોરમાં રોડ શો કર્યોઆમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને યાત્રાધામ ડાકોરમાં રોડ શો કર્યો
આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને યાત્રાધામ ડાકોરમાં રોડ શો કર્યો ખેડા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહી છે. ઠેરઠેર જંગી જાહેરસભા, રોડ શો યોજી મતદારોને આકર્ષવા પ્રયાસ કરાઈ રહ્યાં છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં રોડ શો કર્યો હતો.
આપના કાર્યકરોએ રોડશોમાં હાજરી આપી પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક એવા ભગવંત માન સોમવારના રોજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના મિની દ્વારકા ગણાતાં ડાકોરમાં હતા. દરમિયાન અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકરોના રોડ શોમાં તેમની હાજરી હતી. નગરમાં સમી સાંજે સરદારની પ્રતિમાથી ગાંધીજીની પ્રતિમા થઈને રણછોડ મંદિર ચોક થઈને વડા બજાર ખાતે આ રોડ શો યોજાયો હતો.