અમિત શાહ તળાજા મા ભાજપ ઉમેદવાર ના સમર્થનમા સભાને સંબોધશે

અમિત શાહ તળાજામા ભાજપ ઉમેદવારના સમર્થનમા સભાને સંબોધશે તળાજા ખાતે ગૃહ મંત્રી અમિત શાહ તા. ૨૬ મીને બપોરે ૧ કલાકે તળાજા વિધાનસભા બેઠકના ઉમેદવાર ગૌતમભાઈ ચૌહાણના સમર્થનમા ચૂંટણી પ્રચાર માટે આવી આવશે. . આમ આ કાર્યક્રમમાં તળાજા નો ઉમેદવારના જન સમર્થન માટે આ કાર્યક્રમ યોજાયો છે જેમાં મોટા પ્રમાણમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે . વડાપ્રધાન બાદ હવે તળાજામા ગૃહ મંત્રીના આગમન પહેલાં ઉર્વશી રાદડીયા અને ઉમેશ બારોટ લોકગીત સંગીતની રમઝટ બોલાવશે.

આમાં તો કે લોકગીત અને ભજન સંધ્યા પણ યોજવામાં આવશે જેમાં બહોળા પ્રમાણમાં ભજનનો કાર્યક્રમ યોજાશે . અમિત શાહ આર.એમ.ડી. સ્કૂલ ખાતે હેલીકોપ્ટરમાંથી ઉતર્યા બાદ કાર મારફ્તે કોળી સમાજ ની વાડી ખાતે પહોંચીને જાહેર સભાને સંબોધન કરશે. ડો.મનહર બલદાનીયા, સી.પી. સરવૈયા અને જે.વી.ચોહાણએ જણાવ્યું કે, અમિત શાહ આવવા ના હોય તંત્ર દ્વારા કોઈ જાહેર નામુ બહાર પાડવામાં આવ્યું નથી. પો.ઇ એ.આર.વાળા એ જણાવ્યું હતું કે દુકાનો કે ધંધા રોજગાર બંધ કરવાના નથી. રુટ પર ટ્રાફ્ટિ નિયમન માટેના કડક પગલાં ભરવામાં આવશે. આમ અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ હોદ્દેદારો તળાજા ખાતે જન સમર્થન માટે સભા યોજાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *