Gujarat: સરકારનું કુલ દેવું 3 લાખ કરોડ રૂપિયા
Gujarat:રાજ્ય ના દરેક નાગરિકના માથે સરેરાશ 45,948 દેવું
Gujarat : રાજ્ય સરકારે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યનું કુલ જાહેર દેવુંં 3 લાખ કરોડ રૂપિયા છે જે દેશના અન્ય મોટા રાજ્યો કરતા ઘણું ઓછું છે. ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યના જાહેર દેવાનું કદ જીડીપીના માત્ર 16 ટકા છે. જેની સરખામણીમાં અન્ય મોટા રાજ્યોનું જાહેર દેવુંં જીડીપીના 22થી 24 ટકા જેટલું છે. વિધાનસભામાં સરકારે આપેલી માહિતી અનુસાર રાજ્યનું કુલ જાહેર દેવુંં 3,00,963 કરોડ રૂપિયા છે. એટલે કે કુલ દેવાની રકમ રાજ્યની 6.55 કરોડની વસ્તીને સરખેભાગે વહેંચવામાં આવે તો દરેક નાગરિકના માથે સરેરાશ 45,948 રૂપિયા દેવુંં છે.