રાજ્યમાં કોરોનાના કેસોમાં આજે ફરી ઉછાળો આવ્યો

COVID‑19 virus

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના ના નવા ૧૭૬ કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં ફરી આજે એક વખત કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના ના નવા ૧૭૬ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ૮૯ કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશન ઉપરાંત રાજકોટ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં પણ કોરોના કેસોમાં વધારો થયો છે.

આ બંને કોર્પોરેશન વિસ્તારમાં ૧૫-૧૫ કોરોનાના કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કોરોના ના કેસોમાં ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં- ૨, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં -૨, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં -૨ , વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં -૬ અને જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં- ૧ કેસ નોંધાયો છે.આ ઉપરાંત રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં -૧, અમરેલીમાં -૩, ગાંધીનગરમાં -૪, ભરૂચમાં- ૧, દેવભૂમિ દ્વારકામાં, દાહોદમાં પાટણમાં , ભરૂચ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૧-૧ કેસ નોંધાયો છે, ખેડામાં -૨ મહેસાણા જિલ્લામાં -૧૬, પોરબંદર જિલ્લામાં -૩, રાજકોટ જિલ્લામાં -૪, સુરત જિલ્લામાં -૩ કેસ નોંધાયા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ૬૯ લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે ભરૂચમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *