Gujarat Corona Case : ગુજરાતમાં એક જ દિવસમાં કોવિડ 19ના 81 કેસ, રાજ્યમાં એક્ટિવ કેસ 190ને પાર

Gujarat Corona Case : ગુજરાતમાં એક જ દિવસમાં 81 કેસ સાથે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1000ને વટાવી ગઈ

Gujarat Corona Case : ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. વાસ્તવમાં રાજ્યમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં ખાસ કરી છેલ્લા કેટલાક દિવસોમાં તો જાણે કે કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં હવે એક જ દિવસમાં કોરોના વાયરસના 81 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 131, રોજકોટમાં 15 કેસ નોંધાયા છે. આ સાથે જામનગરમાં 10 અને મહેસાણામાં 6 કોરોના કેસ એક્ટિવ છે. વિગતો મુજબ અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 190ને પાર પહોંચ્યા છે.
ભારતમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે. મોટાભાગના કેસ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાંથી આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસે ફરી એકવાર રફ્તાર પકડી છે.
દિલ્હી અને ગુજરાતમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કોરોનાના બે નવા વેરિંએન્ટ NB.1.8.1 અને LF.7 અંગે ચેતવણી જારી કરી છે.

ડોક્ટરો કહે છે કે હાલમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ તકેદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈને હળવી ઉધરસ, ગળામાં દુખાવો અથવા અચાનક થાક લાગતો હોય, તો ચોક્કસપણે પરીક્ષણ કરાવો અને પોતાને અલગ કરો. ઉપરાંત, માસ્ક પહેરવું, હાથ ધોવા અને ભીડથી દૂર રહેવું પહેલા જેટલું જ મહત્વપૂર્ણ છે.