ગુજરાતમાં કોરોના કેસ માં વધારો ગત 24 કલાકમાં 165 નવા કેસ, અમદાવાદના આંકડા ચિંતાજનક
ગુજરાતમાં કોરોના વકરવાની સ્થિતિ પેદા થઈ ચૂકી છે. આજે રાજ્યમાં એકાએક કોરોના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 165 કેસ નોંધાયા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 920 પહોચી ગઈ છે. જ્યારે આજે કોરોનાને માત આપીને આજે દર્દી ડિસ્ચાર્જ થઈ હેમખેમ ઘેર પરત ફર્યા છે.કોરોનાગ્રસ્ત એક દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં કોરોના કેસ માં વધારો
જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ, વડોદરામાં 22 કેસ, સુરતમાં 12 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 6 કેસ, જામનગરમાં 4 કેસ, મહેસાણામાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, વલસાડમાં 3, અમરેલીમાં 2 કેસ, આણંદમાં 2, ભરૂચમાં 2, કચ્છમાં 2 કેસ, બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે.