Gujarat-gsssb-class-3-clerk-bharti સરકારી નોકરીની સુવર્ણ તક,

Gujarat-gsssb-class-3-clerk-bharti સરકારી નોકરીની સુવર્ણ તક, GSSSB દ્વારા 5000થી વધુ પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો

Gujarat-gsssb-class-3-clerk-bharti ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહુપ્રતિક્ષિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ-3 ક્લાર્કની પોસ્ટ માટે ગ્રુપ-A તથા ગ્રુપ-B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) જાહેર થઈ છે, જેમાં કુલ 5 હજારથી પણ વધુ પદો માટે ભરતી હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત ગ્રુપ-A માં સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધીક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી), હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવા પદો માટે કુલ 2365 જગ્યાઓ જાહેર કરાઈ છે. જ્યારે ગ્રુપ-B માં જુનિયર ક્લાર્કની કુલ 3005 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat-gsssb-class-3-clerk-bharti જાહેરાતમાં સરકાર દ્વારા જગ્યા વધારવા અથવા તો ઘટાડવા માટે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય કેટેગરીના પુરૂષ તથા મહિલા ઉમેદવારોને 5 વર્ષની છુટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત અનામત શ્રેણીનાં ઉમેદવારોને નિયમાનુસાર છુટછાટ આપવામાં આવી છે.

Gujarat-gsssb-class-3-clerk-bharti શું હશે પગારધોરણ?

આ ઉપરાંત પગાર અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જેના અતર્ગત હેડક્લાર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષકને 40,800 સીનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીનાં ક્લાર્ક, જુનિયર ક્લાર્કને 26000 અને કાર્યાલય અધિક્ષકને 49,600 રૂપિયાનો પગાર મળવા પાત્ર છે. આ ઉપરાંત ભરતી માટે હવે શૈક્ષણિક યોગ્યતા 12 પાસથી વધારીને ગ્રેજ્યુએટ કરવામાં આવી છે. જેથી ભરતી માટેની લઘુત્તમ યોગ્યતા ગ્રેજ્યુએશન રહેશે.

Gujarat-gsssb-class-3-clerk-bharti ફીમાં વધારો પરંતુ રિફંડેબલ

આ ઉપરાંત હવે દરેક વર્ગનાં વ્યક્તિ માટે ન માત્ર ફી ફરજીયાત કરવામાં આવી છે પરંતુ ફીમાં વધારો પણ કરવામાં આવ્યો છે. બિન અનામત વર્ગનાં ઉમેદવારે 500 રૂપિયા ફી જ્યારે તમામ કેટેગરીની મહિલા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતી સહિતનાં તમામ અનામત વર્ગનાં ઉમેદવારોએ 400 રૂપિયા પરીક્ષા ફી ચુકવવી પડશે. જો કે પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારને આ ફી પરત મળી જશે.

Gujarat-gsssb-class-3-clerk-bharti પરીક્ષાનો સિલેબસ

આ ઉપરાંત પ્રાથમિક પરીક્ષા માટે સિલેબસ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અંગ્રેજી 15 માર્ક, ગુજરાતી 15 માર્ક, જનરલ અવેરનેસ અને કરન્ટ અફેર 30 માર્ક, ક્વેન્ટેટિવ એપ્ટીટ્યુડ 30 માર્ક અને રિઝનીંગ 60 માર્ક સાથે કુલ 150 માર્કની પરીક્ષા હશે. પ્રથમ પરિક્ષામાં 40 ટકાથી વધારે માર્ક મેળવનાર ઉમેદવાર બીજી પરીક્ષા માટે પાત્ર ગણાશે. મુખ્ય પરીક્ષા પણ MCQ આધારિત જ રહેશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *