ગુજરાત BJP પ્રદેશ દ્વારા નવા પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા અને મહાનગરના સંગઠનના 41 પ્રભારીઓ નિમણૂંક કરવાની સાથે જ BJP લોકસભા ચૂંટણીની તૈયારીઓ વેગવંતી બનાવી છે.
2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ BJP દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજ રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જીલ્લા તેમજ મહાનગર ભાજપા BJP સંગઠનનાં નવનિયુક્ત પ્રભારીઓનાં નામની જાહેરાત કરવામાં આવી હતી.
મહાનગરોમાં કોની નિમણૂંક કરાઈ
BJP ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા આજે જીલ્લા તેમજ મહાનગરોનાં ભાજપા સંગઠનનાં નવનિયુક્ત પ્રભારીઓનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરમાં શિતલબેન શ્યામભાઈ સોની, કર્ણાવતી શહેર માં ઝવેરીભાઈ દ્વારકાભાઈ ઠક્કર, ગાંધીનગર શહેર નૌકાબેન ભીખાભાઈ પ્રજાપતિ, જામનગર શહેરમાં પલ્લવીબેન ઠક્કર, રાજકોટ શહેરમાં પ્રકાશભાઈ સોની જ્યારે ભાવનર શહેરમાં ચંદ્રશેભરભાઈ દવેની નિમણૂંક કરવામાં આવી છે. નિમણૂંક થયેલા પ્રભારીઓને કાર્યકરો તેમજ સ્નેહીજનોએ શુભેચ્છાઓ પાઠવી
BJP ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં શરૂ આરંભી દીધી છે. ત્યારે જીલ્લા અને મહાનગરનાં 41 પ્રભારીઓનાં નામની જાહેરાત કરવામાં આવતા સૌ કાર્યકરોએ નિમણૂંક થયેલા પ્રભારીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમજ આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવાનાં આહ્વાન કર્યું હતું.