હાલ ગુજરાતની વીધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષને મજબૂત કરવા તમામ નેતાઓએ પોતાની કમર કસી છે. ચૂંટણી માટે હાલ તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. 182 બેઠક માટે યોજાનારી વીધાનસભાની ચૂંટણીની હાલ જોરોશોરોથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સૌથી મોટો પક્ષ ભાજપ એક બાદ એક પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યો છે. તેમાં ભાજપે પાટણ જીલ્લામાં વીધાનસભાની 4 બેઠક માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પક્ષ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે.
આ ઉમેદવારો અબજોની સંપત્તી ધરાવે છે. જેમાં મુખ્યત્વે ચાર બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પાટણના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પૈકીના સિદ્ધપુરના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત પાસે વધુ 1 અબજ 89 કરોડ સાથે સૌથી વધુ સંપત્તી ધરાવતાં ઉમેદવાર છે. જો કે, તેમના ઉપર 1.39 કરોડની લોન પર છે. જ્યારે રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકી લખપતિ ઉમેદવાર છે. બાકીના સાત ઉમેદવારો પણ કરોડપતી છે. ત્યારે જીલ્લામાં સૌથી વધુ વધુ સંપત્તિમાં બીજા નંબરે રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈ છે, તેમની પાસે કુલ મળીને 91 કરોડની સંપત્તી છે.
ત્યારે પાટણની વીધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કિરીટભાઈ ચિમનલાલ પટેલ પાસે 2 કરોડ 74 લાખની સંપત્તી છે. તેમની આવક કુલ 14 લાખ છે. તથા તેઓ 21 ગ્રામ સોનું ધરાવે છે. ભાજપ પક્ષના ડો.રાજુલબેન દેસાઈ 1 કરોડ 21 લાખની સંપત્તી ધરાવે છે. તેમની કુલ આવક 31 લાખથી ઉપરની છે તેમની પાસે 470 ગ્રામ સોનુ, અને 5 કીલોગ્રામ ચાંદી છે તથા ટાટા સફારી અને હ્યુન્ડાઈ જેવા વાહનો પણ તેમની પાસે છે. તેમજ આ જ બેઠક પર આપના ઉમેદવાર લાલેશભાઈ દલપતરામ ઠક્કર પણ મીલકતના મામલામાં પાછળ નથી તેઓ 1 કરોડ 16 લાખની સંપત્તી ધરાવે છે, તેમની આવક કુલ 5 લાખથી ઉપરની છે, તેમની પાસે 2.50 લાખનું સોનું પણ છે.
સિદ્ધપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનસિહ ઠાકોર 15 કરોડ 69 લાખની સંપત્તી ધરાવે છે. તેમની પાસે 20 તોલા સોનું છે. અને તેમની પાસે વેગેનાર, ઇનોવા, વર્ના જેના વાહનો પણ છે. તેમજ ભાજપ પક્ષના બલવંતસિહ રાજપૂત સૌથી વધુ 1 અબજ 89 કરોડની સંપત્તી ધરાવે છે. તેમની પાસે 2828 ગ્રામ સોનું અને 2153 ગ્રામ ચાંદી છે.
ચાણસ્મા વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિનેશભાઇ આતાજી ઠાકોર 5 કરોડની સંપત્તી ધરાવે છે. તેમની પાસે 15 તોલા સોનું છે. તથા તેમની પાસે ફોર્ચ્યુનર, બીએમડબલ્યુ કાર પણ છે. તેમજ ભાજપ પક્ષના ઉમેદવાર દિલીપભાઈ વિરાજી ઠાકોર 1 કરોડની સંપત્તી ધરાવે છે. તથા તેમની પાસે 20 લાખનું સોનું, બે ગાડી અને બે ટ્રેક્ટર છે.
તેમજ રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ મેરાજભાઈ દેસાઈ પાસે 91 કરોડની સંપત્તી છે. તથા તેમની પાસે 1439 ગ્રામ સોનું અને બલેનો છે. તથા ભાજપના ઉમેદવાર લવિંગજી મૂળજીજી સોલંકી પાસે 34 લાખની સંપત્તી છે. જેમાં તેમની પાસે 5 તોલા સોનું છે.